વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ અન્વયે ગાંધીનગર જિલ્લામાં વધુ મતદાન થાય તેના પ્રચાર-પ્રસાર માટે ગાંધીનગર શહેરની શાળાઓની શિક્ષિકાઓ દ્વારા વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર કલેકટર કચેરી ખાતે ગાંધીનગર જિલ્લાના ચૂંટણી ખર્ચ નિરીક્ષકો સર્વ આર.મુરલી અને રાકેશ રંજન તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સતીષ પટેલ તથા ચૂંટણી ખર્ચ મોનીટરીંગ સેલના ચીફ નોડલ ઓફિસર દેવાંગ દેસાઇએ ઝંડી ફરકાવીને મહિલા મતદાન જાગૃતિ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. મહિલા શિક્ષિકાઓએ વધુ મતદાન કરવા અંગેના વિવિધ સૂત્રોવાળા પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને પાટનગરવાસીઓને વધુ મતદાન કરવા અંગે પ્રોત્સાહિત કર્યા હતા.
મતદાન જાગૃતિ અંગેની આ વાહન રેલી કલેકટર કચેરીએથી પ્રસ્થાન કરીને ઘ-૦, ચ-૦, ચ-૫, ઘ-૫ થઇને પુનઃ કલેકટર કચેરી ખાતે આવીને સંપન્ન થઇ હતી.આ પ્રસંગે સ્વીપ પ્લાનના નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણાધિકારી એસ.એમ.બારડ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.