બેંક કર્મચારીઓના સુત્રોચ્ચાર

799

કેન્દ્ર સરકાર દ્વારા દેનાબેંક, વિજયા બેંક અને બેંક ઓફ બરોડાના એકત્રિકરણના કરવાના નિર્ણયના વિરોધમાં દેશભરમાં બેંક કર્મચારીઓ દ્વારા ૨૬ ડિસેમ્બરે દેશ વ્યાપી હડતાલ પાડવામાં આવનાર છે જેના ભાગરૂપે આજે ભાવનગર શહેરની દેનાબેંકની વાઘાવાડી રોડ શાખા બહાર બેંક કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર કરાયા હતા. જ્યારે ૨૬મીના રોજ બેંક ઓફ બરોડાની ડોન શાખા પર સવારે દેખાવો કરવામાં આવશે.

Previous articleલેન્ડ રેકર્ડ કર્મીઓનું ઉપવાસ આંદોલન
Next articleલાઠી પંથકના ૪૦ ગામોના સરપંચોનું સંમેલન યોજાયું