રાજકિય પક્ષો દ્વારા સમાજને અન્યાય કરાયો : પ્રતાપભાઈ વરૂ

871
guj2122017-3.jpg

નાગેશ્રીના ગુજરાત રાજ્ય સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજ પ્રમુખ, માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ દ્વારા આગામી ચૂંટણી અનુલક્ષી અગત્યની મિટીંગનું તા.રને શનિવારે મોમાઈ ધામ ચોત્રા ખાતે રાખેલ છે. કાઠી ક્ષત્રિય સમાજને રાજ્ય સરકાર દ્વારા કોંગ્રેસ કે ભાજપ પક્ષે કાઠી ક્ષત્રિય સમાજને એકપણ ટીકીટ ન મળવાથી હવે કાઠી ક્ષત્રિયોને કઈ તરફ જવું તેમજ કાઠી ક્ષત્રિય સમાજની ઉપેક્ષા થઈ રહી હોય તે બાબતે રણનીતિ ઘડવા અગત્યની મિટીંગનું આયોજન મોમાઈ ધામે સાંજના ૪-૩૦ કલાકે રાખેલ હોય માટે બાબરીયાવાડ, રાજુલા, જાફરાબાદ, ખાંભાના ક્ષત્રિયોને હાજર રહેવા પ્રતાપભાઈ વરૂ દ્વારા જણાવાયું છે.

Previous articleગાંધીનગરમાં મતદાન જાગૃતિ અંગે મહિલાઓ દ્વારા વાહન રેલી યોજાઇ
Next articleઉચૈયાના કાઠી ક્ષત્રિય અગ્રણી બાલાભાઈ ધાખડાનું નિધન