જાફરાબાદના ગામોમાં ર૦ વર્ષથી એસ.ટી. બસ જ કોઈએ જોઈ નથી લ્યો બોલો વિદ્યાર્થીઓ ન છુટકે ગામોમાંથી ખુલ્લા વાહનોમાં અવર જવર કરે છે. જે બે દિવસ પહેલા રીક્ષા વાંઢ ગામ પાસે ઉંધી વળી તમામને ગંભીર હાલતે દવાખાને દાખલ કરાયા હતા.
જાફરાબાદના કેટલાએ એવા ગામો છે કે જ્યાં ર૦-ર૦ વર્ષથી એસ.ટી. તંત્રના પાપે અને રાજુલા એસ.ટી. વિભાગની ઘોર બેદરકારીથી એસ.ટી. ગામડાઓ સુધી ર૦-ર૦થી પહોંચી શકી નથી તો રજૂઆતો એટલી કરી છે કે એક કબાટ ભરાય પણ એ રજૂઆતોના થપ્પા અભરાઈ ઉપર ચડાવી હજુ ધુળ ખાઈ છે કોના પાપે જેના પરિણામોથી અનેકવાર જાફરાબાદ તાલુકામાં વિદ્યાર્થીઓ ખુલ્લા વાહનોમાં અભ્યાસાર્થે દરરોજ અવરજવર કરતા રહે છે તે પણ એસ.ટી. ન હોવાથી તેના પરિણામ બાળકો ભોગતા રહે છે અને બે દિવસ પહેલા વાંઢ ગામ પાસે રીક્ષા ઉંધી વળી જતા તમામને ગંભીર હાલતે હોસ્પિટલ દાખલ કરાયા હતા. ર૦ વર્ષથી લોકોએ જોઈ નથી તેવા ભાંકોદર, વારાહ સ્વરૂપ, બાબરકોટ તેમજ જીકાદ્રી પીછડી, એભલવડ જેવા ગામો તેમજ બલાણા, વઢેરા, રોહીસા, ચિત્રાસર, ભાડા ટીંબી જવા માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય બગડતા જોવા મળે છે તેમ જાફરાબાદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કરણભાઈ બારૈયાએ એસ.ટી. તંત્ર અમરેલીથી ગાંધીનગર સુધી ફરીવાર નાછુટકે રજૂઆત કરી છે.