શહેરનાં ગુલીસ્તા મેદાન ખાતે આજથી ગીરીશભાઈ શાહ દ્વારા શ્રી કૃષ્ણ ચરિત્રામૃત કથાનું આયોજન કરવામાં આવેલ છે જેની શોભાયાત્રા આજે બપોરે રૂપાણી ખાતેથી ગીરીશભાઈ શાહના નિવાસેથી વાજતે ગાજતે નિકળી હતી અને કથા સ્થળ ગુલીસ્તા મેદાને પહોચી હતી.
શોભાયાત્રામાં બેન્ડવાજા, કિર્તન મંડળી, કળશધારી કન્યા, આગેવાનો તેમજ વૈષ્ણવવજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા કથા સ્થળે જીતુભાઈ વાઘાણી, મેયર મનહરભાઈ મોટી સહિત રાજકીય આગેવાનોની ઉપસ્થિતીમાં દિપ પ્રાગટ્ય સાથે કથાનો પ્રારંભ કરાવ્યો હતો પ્રારંભે ગીરીશભાઈનાં પરિવાર તથા આગેવાનો અને વૈષ્ણવોએ વૃજરાજકુમારજીનું સ્વાગદત પૂજન કર્યુ હતું. બાદ મોટી સંખ્યામાં આમંત્રીતો તથા વૈષ્ણવોએ કથા શ્રવણ કર્યુ હતું.