ઘરફોડ ચોરીના ગુન્હામાં વોન્ટેડ આરોપી ઝડપાશે

932

એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની માહીતી મેળવતા હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી ને મળેલ બાતમી આધારે ઘોઘારોડ પો.સ્ટે. નાં ઘરફોડ ચોરીનાં ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી રમેશભાઇ હરજીભાઇ ઉર્ફે કુરજીભાઇ સોલંકી/વડદોરીયા રહેવાસી હાલ-હાલોલ જી.પંચમહાલ મુળગામ- રાજપરા તથા બોરતળાવ મફતનગર ભાવનગર વાળાને હાલોલ ખાતેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.       આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી. પરમારની સુચનાથી મહાવીરસિંહ ગોહીલ બાવકુદાન ગઢવી યોગીનકુમાર ધાંધલ્યા, રાજદીપસિંહ ગોહીલ તથા ડ્રાઇવર મુકેશભાઇ જોડાયા હતા.

Previous articleનશાખોરોને પકડવા પોલીસનું ચેકીંગ
Next articleભાવનગર ખાતે યોજાશે સીનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયન શીપ