ગારિયાધાર પો.સ્ટે.નાં છેતરપીંડીનાં ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

937

ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઈન્સ્પેકટર આર.એચ.બાર તેમજ સ્ટાફનાં બી.એચ.વેગડ, શક્તિસિંહ જે સરવૈયા, જીતેન્દ્રભાઈ ડાંગર મયુરસિંહ ગોહિલ તથા જીતેન્દ્રભાઈ મકવાણા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જીતેન્દ્રભાઈ એમ ડાંગર તથા મયુરસિંહ ગોહિલને મળેલ સંયુક્ત બાતમી રાહે ગારીયાધાર પો.સ્ટેશનનાં ગુન્હાનાં કામે નાસતા ફરતો આરોપી ઘનશ્યામભાઈ મગનભાઈ વાજા, જા.વાણંદ ઉ.વ.૩૮ રહે પરવડી તા.ગારીયાધાર હાલ રાજીવનગર ભાંગના કારખાનાવાળો ખાચો રાજુભાઈ ભરવાડનાં મકાનમાં સિહોર વાળાને દબોચી લઈ છેલ્લા ૩ વર્ષથી નાસતા ફરતો વોન્ટેડ આરોપીને પકડીને ગારીયાધાર પોલીસ સ્ટેશન સોંપી આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Previous articleભાવનગર ખાતે યોજાશે સીનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયન શીપ
Next articleખુદના દુઃખથી અન્યની વેદના મોટી છે તેવું સમજનાર વ્યક્તિ ખરો માનવ બને છે