રાજુલા ૯૮ વિધાનસભાનાં ભાજપ ઉમેદવાર હીરાભાઈ સોલંકીને નાગેશ્રી ટી.બી. ડેડાણ ખાંભાના લોકોની મળી રહેતો અભૂતપૂર્વ આવકાર, નાગેશ્રી, દુધાળા, ટી.બી. બાલાની વાવ સહિતના લોકોમાં તેમજ તમામ સરપંચોમાં સમર્થનનો થનગનાટ છે. જાફરાબાદના નાગેશ્રી ટીબી હેમાળ,થી લઈ વાંઢ ભાકોદર દુધાળા બાલાની વાવ ગામડા ખુંદતા હીરાભાઈ સોલંકી જેમાં તેમને તમામ જ્ઞાતિના લોકો તરફથી મળી રહેલો અભૂતપૂર્વ આવકાર જેમાં આ વખતે ચૂંટણી ભારે રસાકસી ભર્યા માહોલ જામ્યો છે. હીરાભાઈ સોલંકીનું નિવેદન લેતી અમરૂભાઈ બારોટ જણાવેલ કે જાફરાબાદ શહેર, તાલુકા અને ખાંભા તાલુકાની જનતાને ખબર છે કે વિકાસ થયો છે અને ૧ ફુટનું રોડનું બાંધકામ છેલ્લા સાંઠ વર્ષમાં કોંગ્રેસના શાસનમાં નથી જોયુ તે મે રાજ્યની ભાજપ સરકારમાંથી કરોડો રૂપિયા મંજુર કરાવી ખાત મુર્હુતો કર્યા છે લોકાર્પણ પણ કર્યા છે. ત્રણેય તાલુકાની જનતા સામે જ જુએ છે એટલે લોકોનો પ્રેમ મને અતિશય મળ્યો છે અને મને આશા છે વધુ પ્રેમ આવતી ૯ તારીખે મળશે ગામડા ખુંદતા સાથે રાજુલા શહેર પ્રમુખ મયુરદાદા, દિલીપભાઈ જોષી ચેરમેન નગરપાલીકા, ટીંબી મનુભાઈ વાંજા, સરપંચ પ્રદ્યુમન સિંહ ગોહિલ દિનેશ દાદા, જાફરાબાદ તાલુકા ભાજપ પ્રમુખ તેમજ કુલદીપસિંહ ઘનશ્યામભાઈ વરૂ પ્રમુખ ખુવા પાંખ મયલુભાઈ ખુમાણ હેમાળ સરપંચ, હસુભાઈ વરૂ સામાજીક કાર્યકર તેમજ સહકારી બેન્કના ડીરેકટર કાતર દરબાર દાદાબાપુ વરૂ, સરપંચ મહિપતભાઈ વરૂ કાગવદર, સરપંચ પહુભાઈ વરૂ તેમજ પ્રતાપભાઈ વરૂ લાલાની વાવા સહીત તેમજ કંથારીયા સરપંચ તથા ગોવિંદભાઈ સહિતનો કાફલો જોડાયેલ હતો જેને ગામડે ગામડેથી જબ્બર જસ્ત આવકાર મળી રહ્યો છે.