ભારે ઉત્સાહ વચ્ચે આજથી મેલબોર્નમાં ત્રીજી ટેસ્ટ મેચ

784

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ આવતીકાલથી શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ મેચને લઇને ભારતીય ટીમ પર વધારે દબાણ છે. કારણ કે આ પહેલા પર્થ ટેસ્ટમાં તેની હાર થઇ હતી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમમાં રવિન્દ્ર જાડેજા સહિત ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. અંતિમ ઇલેવનમાં રોહિત શર્મા અને મયંક અગ્રવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. સતત નિષ્ફળ રહેલી ઓપનિંગ જોડી મુરલી વિજય અને લોકેશ રાહુલને પડતા મુકી દેવામાં આવ્યા છે. ઝડપી બોલર ઉમેશ યાદવ પણ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. આજે સવારે બીસીસીઆઇ દ્વારા ટ્‌વીટ કરીને આઈ અંગેની માહિતી આપી હતી. મયંક અગ્રવાલે સ્થાનિક ક્રિકેટમાં ધરખમ બેટિંગ કરી છે. મયંક અગ્રવાલ ભારત તરફથી ટેસ્ટ મેચ રમનાર ૨૯૫મો ખેલાડી બની ગયો છે.અત્રે નોંધનીય છે કે પર્થના મેદાન ખાતે રમાયેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચના પાંચમા અને અને અંતિમ દિવસે ભારતીય ખેલાડીઓ જીતવા માટેના ૨૮૭ રનના ટાર્ગેટ સામે કોઇ પણ સંઘર્ષ કર્યા વગર આઉટ થઇ જતા કરોડો ક્રિકેટ ચાહકોમાં નિરાશાનુ મોજુ ફેલાઇ ગયુ હતુ. ભારતીય ટીમ પર આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ૧૪૬ રને મોટી જીત મેળવી હતી. આની સાથે જ ટેસ્ટ શ્રેણી હવે ૧-૧થી બરોબર થઇ ગઇ હતી. બંને ટીમો હવે એક એક ટેસ્ટ મેચ જીતી શકી છે. આ શ્રેણી વધારે રોમાંચક બની ગઇ છે. પર્થના નવા સ્ટેડિયમ ખાતે આ પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ હતી. વર્ષ ૨૦૧૪ બાદ ૧૨૪ પ્રયાસમાં માત્ર છ ટીમો જ ૨૦૦થી વધારે સ્કોર કરી શકી છે.તે પહેલા   એડિલેડ ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ  જીતીને  પ્રવાસી ભારતીય ટીમે ઇતિહાસ સર્જયો હતો.

ભારતીય ટીમે ઇતિહાસ સર્જીને ઓસ્ટ્રેલિયા પર ૩૧ રને જીત મેળવી લીધી હતી. ભારત : રાહુલ, વિજય , ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, રહાણે,  રોહિત શર્મા, હનુમા વિહારી, રિશભ પંત, અશ્વીન, મોહમ્મદ શામી, ઇશાંત શર્મા, બુમરાહ, રવિન્દ્ર જાડેજા, મંયક અગ્રવાલ  અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ આવતીકાલથી પર્થ ખાતે શરૂ થઇ રહી છે. પર્થની વિકેટ ઝડપી બોલર માટે વધારે આદર્શ હોવાથી ભારતીય બેટ્‌સમેનોની આ વિકેટ પર આકરી કસોટી થઇ શકે છે. પ્રથમ ટેસ્ટ મેચ એડીલેડ ખાતે જીતી લીધા બાદ ભારતીય ખેલાડીઓનો નૈતિક જુસ્સો હવે આસમાન પર છે.   ભારત અને ઓસ્ટ્રેલયાની ટીમો નીચે મુજબ છે.

ઓસ્ટ્રેલિયા : એરોન ફિન્ચ, માર્કસ હેરિસ, ઉસ્માન ખ્વાજા, શૌન માર્શ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, ટીમ પેની (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, નાથન લિયોન, જોશ હેઝલવુડ,

ભારત : રાહુલ, વિજય , ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, રહાણે,  રોહિત શર્મા, હનુમા વિહારી, રિશભ પંત, અશ્વીન, મોહમ્મદ શામી, ઇશાંત શર્મા, બુમરાહ, જાડેજા, મયંક અગ્રવાલ.

Previous articleમારું લક્ષ્ય માત્ર પોલોર્ડને પાછળ છોડવાનો નહિ, વધુ વિકેટ ઝડપવાનોઃ  ડેલ સ્ટેન
Next articleપતંગ કાઢવા જતાં કિશોરને કરંટ લાગ્યો, હાથ-પગ કાપવા પડ્‌યા