પતંગ કાઢવા જતાં કિશોરને કરંટ લાગ્યો, હાથ-પગ કાપવા પડ્‌યા

842

મહેસાણાના અક્ષરધામમાં મિત્ર સાથે પતંગ ચગાવતા ૧૭ વર્ષના કિશોરને મકાનના ધાબાની બાજુમાં એક હાથ દૂરથી પસાર થતી ૧૧ હજાર વોલ્ટની વીજલાઇન પર ફસાયેલો પતંગ કાઢવા જતાં કરંટ લાગ્યો હતો. ગંભીર હાલતમાં સારવાર માટે અમદાવાદ લઇ જવાયેલા આ કિશોરના ડાબા હાથની કોણી નીચે અને જમણા પગના પંજાનો ભાગ ઓપરેશન કરી દૂર કરાતાં પરિવારજનોની હાલત કફોડી બની હતી. જોકે, તેના પિતાનું કહેવું છે કે, ધ્રૃવ ખૂબ જ હિંમતવાળો છે પ્લાસ્ટીક સર્જરી થતાં પુનઃ સ્વસ્થ થઇ જશે.

Previous articleભારે ઉત્સાહ વચ્ચે આજથી મેલબોર્નમાં ત્રીજી ટેસ્ટ મેચ
Next articleચાણસ્મામાં નેટવર્કની ખામીને લીધે ઉતારાની કામગીરી સ્થગિતઃખેડૂતોની લાંબી લાઈનો