શિક્ષણ મંત્રી ભુપેન્દ્રાસિંહજી ચુડાસમાએ જણાવ્યું હતું કે, નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પૂરી પાડી સ્વસ્થ અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા રાજય સરકાર કટીબદ્ધ છે.
પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપાઈજીના જન્મદિન નિમિતે ધોળકા ખાતે યોજાયેલા ચતર્થ મેગા મેડિકલ કેમ્પનું શુભારંભ કરતા મંત્રી ચુડાસમાએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, જન સામાન્યને આવા મોટા આરોગ્ય કેમ્પ દ્વારા ગુણવત્તાસભર આરોગ્ય સેવા મળતા એક સ્વસ્થ અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે. રાજ્યમાં આરોગ્યની શ્રેષ્ઠ સેવાઓ સાથે આયુષ્યમાન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ગોલ્ડનકાળનો સમન્વય થતા નાગરિકોને સમયસર આરોગ્યસુવિધા મળી રહેશે. તેમણે કાર્ડિયોગ્રામ તથા મહિલા-યુવતીઓના હિમોગ્લોબિનના ચકાસણીની કામગીરી કરવા પણ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રાસિંહજી ચુડાસમાની પ્રેરણાથી ભારત રત્નગ સ્વ. અટલબિહારી બાજપાઇજીના જન્મદિન નિમિત્તે ધોળકા ખાતે રાજયના આરોગ્યર વિભાગ, ધોળકા નગરપાલિકા અને તાલુકા પંચાયતના સહયોગથી આ ચતુર્થ મેગા મેડિકલ કેમ્પઆનું આયોજન સરસ્વ,તી કન્યા વિદ્યાલય, ધોળકા ખાતે કરાયું હતું. જેમાં અંદાજીત ૧૦,૦૦૦થી વધુ નાગરિકોએ લાભ લીધો હતો.
આ મેગા મેડિકલ આરોગ્ય કેમ્પમાં આરોગ્યો વિભાગના ૨૫૦ જેટલા જુદા જુદા તબીબી અધિકારીઓ, ૨ સોનોગ્રાફી મશીન, ૧ ઇકો મશીન, ૨ ઇ.સી.જી. મશીન, ૧ એક્ષરે મશીન, ૧ સંજીવની રથ સાથે આરોગ્યર વિભાગના અધિકારી /કમૅચારીઓ હાજર રહી ઉમદા સેવા આપી હતી. આ કેમ્પનમાં તબીબી અધીકારી અને નિષ્ણાંત તજજ્ઞો દ્વારા વિવિધ પ્રકારના રોગો માટે સારવાર-નિદાન કરાયું હતું.
ધોળકા શહેરની તરૂણીઓ અને મહિલાઓના હીમોગ્લોાબીન તેમજ બ્લ ડ ગૃપની ચકાસણી કરી તેઓને, ચકાસણી અંગેનું કાડૅ, તરૂણીઓ અને મહિલાઓના આરોગ્ય વિષયક ભવિષ્યને ધ્યાતનમાં રાખી ૨૧૪૦ તરૂણીઓ અને મહિલાઓના કેમ્પામાં રૂબરૂમાં જ કાડૅનું વિતરણ કરાયું હતું. તથા ૧૮ લાભાર્થીઓને સ્થમળ પર આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ગોલ્ડન કાડૅ વિતરણ કરાયા હતા. ઉપરાંત હોમિયોપેથી અને આયુર્વેદિકના ૨૪૭ જેટલાં દર્દીઓને સારવાર અપાઈ હતી.