કર્ણાટકના મુખ્યમંત્રીએ હુમલાખોરોની હત્યા કરવાનાં આપ્યા આદેશ

657

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીનો એક એવો વીડિયો સામે આવ્યો છે જેના કારણે ખૂબ મોટો વિવાદ થઈ ગયો છે. આ વીડિયોમાં કુમારસ્વામી તેમની પાર્ટીના નેતાનો મોતનો બદલો લેવા માટે આરોપીનો જીવ લેવાનો આદેશ આપતા સંભળાઈ રહ્યા છે. ફોન પર થયેલી વાતચીતનો વીડિયો રેકોર્ડિંગ જાહેર થતાં રાજકીય વાતાવરણમાં હોબાળો થઈ ગયો છે. વિપક્ષી ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રીના આ વલણની ખૂબ નિંદા કરી છે.હકીકતમાં કુમારસ્વામી વિજયપુરા જિલ્લાની મુલાકાતે ગયા હતા. અહીં પહોંચ્યા પછી ખાનગી વિભાગ તરફથી જનતાદળ સેક્યુલર પાર્ટીના એક નેતાની હત્યા વિશે તેમને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં કુમારસ્વામીએ સીનિયર પોલીસ અધિકારીને ફોન કર્યો અને તેમને આરોપીની દર્દનાક હત્યા કરવાનો આદેશ આપ્યો હતો.

આ વાતચીતમાં કુમારસ્વામી કહી રહ્યા હતા કે, મને પ્રકાશની હત્યાથી ખૂબ દુખ થયું છે. તે ખૂબ સારો માણસ હતો. મને ખબર નથી કોણ તેની હત્યા કરી શકે, પરંતુ તે આરોપીને ગોળી મારી દો. કુમારસ્વામીએ જ્યારે આ નિવેદન આપ્યું ત્યારે તેમની આજુબાજુ ઘણાં લોકો હતા. એટલે સુધી કે એક પોલીસ ઓફિસર પણ ત્યાં હાજર હતાં.

કુમારસ્વામીની આ વાતચીત સામે આવ્યા પછી કર્ણાટકના રાજકારણમાં હોબાળો થઈ ગયો છે. મુખ્ય વિપક્ષી દળ ભારતીય પાર્ટીએ સ્વામીના આ અંદાજને તાનાશાહીવાળો ગણાવ્યો છે. બીજેપી નેતા શોભા કરાંદલાજેએ કહ્યું કે, સીએમ તરફથી આ પ્રમાણેનો આદેશ આપવો અરાજકતા દર્શાવે છે.

Previous articleકમલનાથ મંત્રીમંડળમાં ૨૮ ધારાસભ્યને મંત્રી બનાવાયા
Next articleહેલિકોપ્ટર કૌભાંડના સૌથી મોટા  દોષિતને ભારતમાં લવાયો : મોદી