લખનૌ ખાતે વાજપેયીની ૨૫ ફૂટની પ્રતિમા બનશે : યોગી આદિત્યનાથ

610

લખનઉના લોકભવનમાં સોમવારે મહાનાયક-અટલ વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગોષ્ઠીમાં રાજ્યપાલ રામ નાઈક અને સીએમ યોગી આદિત્યનાથની સાથે ગૃહ મંત્રી રાજનાથ સિંહ પણ સામેલ થયા. ગોષ્ઠી દરમિયાન રાજનાથ સિંહે અટલજીની સાથે જોડાયેલા કેટલીક યાદગાર ક્ષણોને વાગોળી. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસની ઉજવણી સુશાસન દિવસ તરીકે કરવામાં આવી હતી. વાજપેયીને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. ઓગસ્ટ મહિનામાં જ તેમનું અવસાન થયું હતું. તેમના જન્મ દિવસે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકાય પ્રતિમા બનાવવાની જાહેરાત કરી હતી. યોગીએ જાહેરાત કરી હતી કે લખનૌમાં વાજપેયીની ૨૫ ફૂટ ઉંચી પ્રતિમા બનાવવામાં આવશે.

Previous articleસૌથી લાંબા રેલ-માર્ગ પુલનું  નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્‌ઘાટન
Next articleરાજુલા – ઉના રોડ ઉપર પુલ તુટતા બાયપાસ વિસ્તારમાં ભયનો માહોલ