સિહોર સમસ્ત બ્રહ્મસમાજમાં બ્રહ્મચોર્યાસીનું આયોજનને લઈ છેલ્લા બે દિવસથી શહેરભરમાં ચર્ચાઓ થઇ રહી છે. ખાસ કરીને બ્રહ્મસમાજનાં અમુક ભાજપના આગેવાન સમાજના નામે રાજકારણ કરીને ઉપયોગ કરતા હોવાની વાતો ચર્ચાના ચકડોળે છે આવતી તારીખ ત્રણના રોજના ભાજપના પ્રદેશ આગેવાન ધવલ દવે દ્વારા બ્રહ્મચોર્યાસી આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ સિહોર બ્રહ્મસમાજના આગેવાનોએ આજે એક તાત્કાલિક પ્રેસ બોલાવીને બ્રહ્મચોર્યાસીનું આયોજન કરનાર ધવલ દવે સામે કેટલાક ચોકવાનારા સવાલો ઉઠાવ્યા છે અને સમાજના નામે રાજકારણ કરીને સમાજને ગેરમાર્ગે દોરતા હોવાનું પણ આગેવાનો અજય શુક્લ, મુકેશ જાની, અશોક જાની, કિશનભાઈ મહેતાએ જણાવ્યું હતું ખાસ કરીને આગેવાનોનું કહેવું છે કે પાંચ વર્ષ સુધી સમાજને પડખે નહીં ઉભા રહેનાર હાલ બ્રહ્મચોર્યાસી કરીને જમણવાર આયોજન કરીને પોતાનું રાજકારણ માં કોઈ એક પક્ષનું કામ કરતા હોવાનું પણ જણાવ્યું હતું અને સાથે સાથે પાંચ વર્ષમાં બ્રહ્મસમાજ માં બનેલ કેટલાક બનાવોમાં સણસણતા સવાલો પણ ઉઠાવ્યા હતા ત્યારે સમગ્ર આયોજન હાલ શહેરમાં ટોક ઓફ ટાઉન બન્યું છે.