રાજુલા ઉના રોડ નેશનલ હાઈવે પર આવેલ હિંડોરણા ગામનો પુલ તાજેતરમાં તૂટતાં હાલ બાયપાસ કાયા છે તેમાં ગ્રામ્ય પ્રજા ત્રાહિમામ પોકારી ગયા છે. તાકીદે આ બાબતે કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે.
આ પુલ તુટી જતા હાલ કોટડી આગરીયા ગામ થઈ કાતર વાળા રસ્તે બાયપાસ કાઢ્યો છે. જયાં પુલ અતિ નાના છે રસ્તાઓ નાના છે. આથી ભયનો માહોલ છે. લોડિંગ વાહનોને લીધે આ પુલ તેમજ ગ્રામ્ય રસ્તાઓને ખાસ નુકશાન થઈ રહ્યું છે. તેવા સમયે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય કરવા માંગ ઉઠી છે. આ માર્ગનો બાયપાસ હિંડોરણા આસપાસથી કાઢી થોડો મોટો રસ્તો કરી લોડિંગ વાહનો ચાલી શકેતેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે.