રાજુલાના રામપરા ગામે સિંહ પરિવારે ગાયનું મારણ કર્યુ

537

રાજુલાના રામપરા (ર) ગામમમાં ધુસી સિંહ પરિવારે કર્યુ ગાયનું મારણ વન વિભાગને જાણ કરતા સરપંચ સનાભાઈ વાઘ, વન ટ્રેકરો ઘટતા હોય તો ભારતતી કરવા માંગ કરી.

રાજુલા તાલુકાના રામપરા (ર) ગામમાં ગત રાત્રીએ સિંહ પરિવારે ભર બજારમાં ગાયનું મારણ કર્યુ ગામમાં ભયનો માહોલ સર્જાતા સરપંચ સનાભાઈ વાઘ તેમજ ગામ આગેવાનો દ્વારા વન વિભાગના આરેએફઓ રાજલબેન બાઠપાક તેમજ ફોરેસ્ટર રાજયગુરૂને જાણ કરતા વન વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ પણ ગામમાં દહેશતના માહોલથી વન વિભાગને સરપંચ સનાભાઈ વાઘે કરી કે વન વિભાગના ટ્રેકરો રેલ્વે ટ્રેક પર રાત દિવસ બંદોબસ્તમાં સિંહોના રક્ષણ માટે તો ગોઠવાયા સારી વાત છે. પણ અમારા ગ્રામ્ય વિસ્તારનું ધ્યાન કોન રાખશે સ્ટાફ વન ટ્રેકરોનો ઘટતો હોય તો નવી તેમજ જે જે વન ટ્રેકરોને છુટા કરી દેવાયા છે તેને પરત બોલાવી વિસ્તારના પ૦ સિંહોના ત્રાસથી નિયમીત બનેલા દરેક ગામની જનતાને ભયમમુક્ત કરવા માંગણી કરેલ છે.

Previous articleરાજુલા – ઉના રોડ ઉપર પુલ તુટતા બાયપાસ વિસ્તારમાં ભયનો માહોલ
Next articleબોટાદ પોલીસ દ્વારા દારૂ અંગે સંઘ ચેકીંગ કરી ૮ કેસ કર્યા