રામકથા થકી દેશ દેશાવરમાં ખ્યાતિ પ્રાપ્ત પૂ. મોરારીબાપુ વ્યાસપીઠ પરથી સેવા અને સાદગીનો ઉપદેશ આપતા રહે છે અને મોકો મળે ત્યારે પોતે પણ જીવનમાં અનુસરણ કરી લ્યે છે. તાજેતરમાં એક કિસ્સામાં પૂ. બાપુએ ભંડાીરયા ખાતે વાડીમાં ભાગીયું રાખી પરિવારનું ગુજરાન ચલાવતા આર્થિક પછાત કોળી શ્રમિકના આંગણે પોતે સામે ચાલીને મહેમાન બન્યા હતાં અને ગરીબના ચુલે બનેલી ચા પી મહેમાનગતી માણી હતી.
માનસ ગણિકાના પ્રારંભ પુર્વે મુંબઈ જઈ રહેલા મોરારીબાપુ તેમના કાફલા સાથે ભાવ. તળાજા હાઈવે પર ભંડારિયામાં ખેડુત પટેલ હરસુખભાઈ પરષોત્તમભાઈ ધોરીએ ફાર્મએ રાખેલી વાડી પર અચાનક આવી પહોંચ્યા હતાં. મોરારીબાપુ પ્રવાસમાં નિકળે ત્યારે સહજ ભાવે ગમે ત્યાંઅ ાવી રીતે સામાન્ય વર્ગના લોકોને ત્યાં મહેમાનગતી માણવા પહોંચી જતા હોય છે. એમ આ કિસ્સામાં પણ રોડ પરથી પસાર થતી વેળા પુ. બાપુએ ભંડારિયા પહોંચતા જ રોડ પરની વાડીએ ગાડી રોકવા સુચના આપી અને પોતે મહેમાન બન્યા હતાં. મોરારીબાપુ બાપુને પોતાની વાડીએ જોઈ વાડીના ભાગીયા કોળી ધર્મેશભાઈ રાધવભાઈ ચૌહાણ અને તેનો પરિવાર રાજીનો રેડ થઈ ગયો હતો. શ્રીમંત પરિવારો બાપુને પોતાના આંગણના મહેમાન બનાવવા આતુર હોય છે. ત્યારે ગરીબને આંગણે મોરારીબાપુ સામેથી મહેમાન બને આનાથી મોટી વાત શું હોય?! મોરારીબાપુએ ખાટલા પર બેસી ગરીબ પરિવારના ચુલે બનેલી ચા પીધી હતી અને તેમના પરિવારના સદસ્યોની સાથે ફોટોગ્રાફી કરાવી હતી. વધુમાં કડકડતી ઠંડીને લઈને બાપુએ શ્રમિક પરિવારને તેનાથી રક્ષણ માટે ટેન્ટ મોકલવાશે. તેમ કહી વિદાય લીધી હતી. બે દિવસ બાદ સેવકો આવીને ટેન્ટ મુકી ગયા હતા જયારે માનસ ગણિકા કથા માટે અયોધ્યા જવા નિકળેલા મોરારીબાપુએ ગુરૂવારે ફરી ભંડારિયાની આ વાડીએ આવી ટેન્ટ વ્યવસ્થીત લાગી ગયો તેની ખાતરી કરી હતી અને ચા પી પ્રસ્થાન કર્યુ હતું.