બાબરકોટની પ૦૦૦ જનતા વાયબ્રન્ટ ગુજરાતમાં હજી પીવાના પાણીમ ાટે વલખે છે નહીં આજ સુધી નર્મદાનું પાણી નહીં પાણીનો ટાંકો ર-ર કિલો મીટર સુધી પાણી માટે ભટકતી બહેન દિકરીઓ અનેક રજુઆતોને નેવે મુકી ઘોર નિંદ્રામાં સુતું હજી તંત્ર ગ્રામજનોમા ફાટી નિકળતો રોષ.
બાબરકોટની પ૦૦૦ની જનતા આજના વાયબ્રન્ટ ગુજરાતમાં પ્લોટ વિસ્તાર અને નેસડા વિસ્તારની જનતા પીવાના પાણીમ ાટે વલખે છે. જેમાં આજ સુધી નથી નર્મદા મહીપરી યોજનાનું પાણી પહોચ્યું, નથી પાણીનો સંપ કે ટાંકો ર-ર કિલોમીટર બહેનો દિકરીઓને પીવાના પાણી માટે સિંહોના વીસ્તારમાં મોતના મોઢામાં રહી પીવાનું પાણી વાડીઓમાંથી લાવે છે. આ બાબતે ગામની જનતા દ્વારા ગામના ૩-૩ સરપંચોની ટ્રમ પુરી પણ થઈ ગઈ અને હાલના સરપંચ અનકભાઈ સાંખટ હજી રજુઆતો કરતા રહે છે. પણ પરિણામ શુન્ય ત્યારે હાલના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરણભાઈ બારૈયાને ગામના માલધારી સમાજ આગેવાન નારણભાઈ ગામારા યુવા સામાજીક કાર્યકર જીતુભાઈ ચાવડા તેમજ ગામ આગેવાનો દ્વારા ફરીવાર રજુઆત કરતા પાણી પુરવઠા બોર્ડના ડીરેકટરો શું કરે છે ? આ બાબતે હવે તાત્કાલિક પીવાના પાણી માટે કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિન્ધ્ માર્ગ્ બેડા આંદોલન કરાશે તેમ ગામ લોકોની ચક્રોગતિમાન થાય છે. જે હાલતથી ગામના યુવા આગેવાનો દિનેશભાઈ માલધારી, જીતુભાઈ માલધારી, બચુભાઈ માજી સરપંચના પુત્ર દિનેશભાઈ સાંખટ સહિત યુવા આગેવાનો દ્વારા પાણી પુરવઠા બોર્ડ સુધી રજુઆતો કરવા તાલુકા પંચાયત ઉપપ્રમુખ દ્વારા અને ટુંક સમયમાં કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચીન્ધા માર્ગે જઈ પછી બેડા આંદોલન કરી રોડ ચક્કાજામ કરાશે.