સીટુ (લાલ વાવટા), ગુજરાત આશા હેલ્થ વર્કર યુનિયન ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન – સફાઈ કામદાર યુનિયન – બંદર કામદાર સંઘ દ્વારા મોતીબાગથી વિશાળ રેલી જિલ્લા કલેકટર, કોર્પોરેશન, જીલ્લા પંચાયત કચેરી પહોંચી હતી. મુખ્ય મંત્રીને સંબોધતું આવેદન પત્ર કલેકટરને નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રીને ડીડીઓ અને મેયર અને કમિશ્નરને આવેદનપત્ર અપાયું હતું જો પ્રશ્નો ન ઉકેલાય તો તા. ૮-૯ના રોજ બે દિવસીય હડતાલ અને રજી જાન્યુઆરે ઘેરાવ કાર્યક્રમ યોજવા જાહેરાત કરાઈ હતી.
તમામને રૂા. ૧૮૦૦૦ લઘુત્તમ વેતન, રૂા. ૬૦૦૦ પેન્શન, આશા વર્કર ફેસીલીએટરને કાયમી કરવા પગાર વધારા, , ફીકસ પગાર દાર, કોન્ટ્રાકટ પ્રથા, કરાર આધારીત નોકરી પ્રથા, આઉટ સોર્સીંગ પ્રથા રદ કરી સમાન કામ- સમાન વેતન આપો, સફાઈ કામદારોને કાયમી કરો, કોન્ટ્રાકટ પ્રથા રદ કરો, બંદર કામદારોને રોજી આપો બંદરનો વિકાસ કરો સહિતની માંગણીઓ માટે યોજાયેલ રેલી પહેલા યોજાયેલ સભાને સીટુના ગુજરાતના મહામંત્રી અરૂણ મહેતા, ભાવનગર મંત્રી અશોક સોમપુરાએ પોતાના સંબોધનમાં સરકાર ખુદ જ શોષણ કરી રહી હોવાનું જણાવી સરકારી ઉદ્યોગપતિઓના દબાણ તળે મજુર કાયદા સુધારીને શોષણનો પરવાનો આપી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. તથા મજુર તંત્ર તથા ન્યાય તંત્રને ખોરવી નાખ્યું હોવાનું જણાવ્યું હતું. શ્રીમજીવીઓ, ફીકસ,કરાર આધારિત, કોન્ટ્રાકટ વર્કરો, આશાવર્કર અને ફેસીલએટરો, આંગણવાડી વર્કરો, સફાઈ કામદારો, બંદર કામદારોએ ઘણુ સહન કર્યું હવે સહન નહીં કરે માંગણી ન ઉકેલાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ જણાવેલ.