લોકભારતી સણોસરા ખાતે પ્રસિધ્ધ ખગોળ વૈજ્ઞાનિક જીતેન્દ્ર રાવલ વ્યાખ્યાન આપશે

900

લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા ખાતે બુધવારે વાર્ષિકોત્સવ અને નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાન માળા પ્રસંગે પ્રસિધ્ધ ખગોળ વૈજ્ઞાનિક જીતેન્દ્ર રાવલ વ્યાખ્યાન આપશે.

આગામી બુધવાર તા.ર-૧-ર૦૧૯ના લોકભારતી ગ્રામ વિદ્યાપીઠનો વાર્ષિકોત્સવ યોજાશે. આ પ્રસંગે નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાન માળાના સત્તાવનમાં મણકામાં પ્રસિધ્ધ ખગોળ વૈજ્ઞાનિક જીતેન્દ્ર રાવલ (જે.જે. રાવલ) સત્ય એ જ પરમેશ્વર અને વિજ્ઞાન સુત્ર વિષય પર વ્યાખ્યાન આપશે. લોકભારતી સણોસરામાં વાર્ષિકોત્સવ પ્રસંગે અધ્યક્ષસ્થાને મોહનભાઈ પટેલ વ્યક્તવ્ય આપનાર છે. સંસ્થાના અગ્રણી રઘુવિરભાઈ ચૌધરી તથા અરૂણભાઈ દવે અને નિયામક હસમુખભાઈ દેવમુરારી સાથે કાર્યકર્તાઓ-વિદ્યાર્થીઓ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Previous articleબાયસેગના માધ્યમથી બોટાદમાં ૧ર.૬૦ કરોડના વિવિધ પ્રોજેક્ટનું મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ
Next articleસી.એ. સ્ટુડન્ટની ક્રિકેટ ટુર્નામેન્ટ