વરતેજ તાબેના કોળીયાક ગામેથી રીક્ષામાં બેસીને ભાવનગર આવી રહેલા સાત વિદ્યાર્થીઓને રીક્ષા પલ્ટી મારી જતા ઈજાઓ થઈ હતી. જેમને ૧૦૮ સેવા દ્વારા ભાવનગર સર ટી.માં ખસેડાયા છે.
પ્રાપ્ત વિગત મુજબ કોળીયાક ગામેથી ભાવનગર આવી રીક્ષા આડી સડક પાસે અચાનક પલ્ટી મારી જતા જેમાં બેસીને ભાવનગર તરફ આવી રહેલા પાયલબેન ચૌધરી ઉ.વ.ર૧, હર્ષિકાબેન પટેલ ઉ.વ.રર, રાકેશભાઈ ગામીત સહિત સાતેક વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. બનાવની જાણ ૧૦૮ને કરાતા તુરંત ૧૦૮ સેવા ઘટના સ્થળે દોડી જઈ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે ભાવનગર સર ટી.માં ખસેડાયા હતા. જ્યાં તમામની સ્થિતિ સાધારણ હોવાનું જાણવા મળ્યું હતું.