નેશનલ મોડેલ સ્કુલ, ગર્લ્સ હોસ્ટેલનું ઈ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી રૂપાણી

845

આજરોજ ભાવનગરના સિદસર (શામપરા) ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રૂ. ૮૨૪ લાખના બે ભવનોનુ તેમજ ભાવનગર જિલ્લાના કુલ ૧૪૭૬.૫૦ લાખના ખર્ચે બનેલ શાળાઓના લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી લોકાર્પણો કરવામાં આવેલ

આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ મહેન્દ્ર સરવૈયા ગુજરાત હાઉસીંગ બોર્ડનાએ દિપપ્રાગ્ટય કરી જણાવ્યુ હતું કે અટલ બિહારી વાજપેઇના જન્મ દિન શિક્ષણ માટે કાયમી ચિંતન રહી. રાજ્ય સરકારે નક્કી કરેલ પ્રોગ્રામમાં એ આગળ વધવા માટે વિધાથી-વાલીઓને પ્રોત્સાહન કરતા તેમણે વધુમાં જણાવેલ કે જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા નેશનલ મિશન કમ મેરીટ સ્કોલરશીપ યોજનાને લોન્ચ કરતા ઉમેર્યુ હતુ કે, એનએમએમએસની પરીક્ષા આપનાર બાળકોને ભાવનગર માટે ૨૮૮ મેરિટમાં આવનાર બાળકોને દરમહિને રૂ. ૧૦૦૦/- કેન્દ્ર સરકાર આપશે. તેમા જિલ્લા પંચાયત ઉમેરો કરીને અટલ બિહારી વાજપેય સ્કોલરશીપ યોજના ના ૨૫૫ ઉપરાંત ૨૪૫ બાળકો દર માસે રૂ. ૨૦૦ લેખે વાર્ષિક રૂ. ૨૪૦૦/- આપવામાં આવશે. અને ઉપરોકત ૧૦૦૦ બાળકોને રૂ. ૧૦૦/- પણ આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન આર. કે. મકવાણાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ. આ પ્રસંગે હોસ્પીટલની વિધાર્થીનીઓને ૩૦ સાયકલ અપર્ણ કરી હતી. જિલ્લાના પદાધિકારી વક્તુબેન મકવાણા, ઉપપ્રમુખ બી.કે.ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, માધ્યમિક વિભાગના જિલ્લા શિક્ષણ અધિકારી એ.બી.પ્રજાપતિ, કે.ડી.કણસાગરા તથા શિક્ષણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleસ્વચ્છતા સંદર્ભે સાયકલ રેલી
Next articleકથામાં કૃષ્ણજન્મની ઉજવણી