સફળતાની સીડીનું મહત્વનું પગથિયું  ટેન્શનમુક્તિ – તણાવમુક્તિ

1037

માનસિક તણાવ ર૧મી સદીના માનવનો મહાશત્રું છે. તે તન અને મનના અનેક રોગો પેદા કરે છે. તેનાથી મુક્ત થવાના કેટલાક સરળ, સાદાં છતાં સચોટ ઉપાયો પ્રસ્તુત છે.

(૧) શરીરને શિથીલ અને શાંત (રીલેકસેશન થેરાપી) કરવાથી ધીરે ધીરે મન પણ રિલેકસ થાય છે. જેથી મનોતાણ (ટેન્શન) ઘટે છે. શાંત વાતાવરણમાં અનુકુળ બિસ્તર પર ચતા સુવુ કે આરામથી બેસી જવું. આંખો બંધ કરવી. ધીરે ધીરે શવાસ લેવો અને છોડવો. શ્વાસ લેવાની પ્રક્રિયા જો ૧૦ સેકન્ડ હોય તો શ્વાસ છોડવાની પ્રક્રિયા ૧પ સેકન્ડ (આશરે) રાખવી. ઉંડો શ્વાસ લેતી વખતે માત્ર પેટનું જ હલનચલન થાય છે તે જોવું. (ઉંદરીય શ્વસન- એબ્શ્રડોમીનલ બ્રીધિંગ). આ ક્રિયા દરમિયાન શ્વાસની અંદર જવાની પ્રક્રિયા અને બહાર નિકળવાની પ્રક્રિયા પર મનને કેન્દ્રિત કરવું. પાંચ મિનિટ આમ કર્યા બાદ શરીરને સંપુર્ણ ઢીલું છોડી દેવું. સર્વ પ્રથમ પગના આંગળાઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરી કલ્પના કરવી કે પગ તથા આંગળા શિથીલ (રીલેકસ) થઈ રહ્યા છે. પછી ક્રમશઃ પીંડી, સાથળ, પેટ એમ છેક માથા સુધી દરેક સ્નાયુઓ રીલેકસ થઈ રહ્યા છે તેમ મનનને સુચનો કરવાં. આ રીતે સંપુર્ણ શિથીલીકરણ થયા બાદ ૪ થી ૬ મિનિટ શબવત પડ્યા રહેવું. તન અને મન બિલકુલ શાંત છે. તેમ મનને સુચન કરવું. શરૂ શરૂમાં બહુ જ મુશ્કેલી પડશે. રોજ આ રીતે સવાર- સાંજ ૧૦-૧૦ મીનીટ નિયમીત રીતે શ્રધ્ધાપુર્વક કરવાથી ત્રણ-ચાર મહિને ચોકકસ ફાયદો જણાશે. જરૂર જણાશે.

(ર) સ્વંય સુચન :- ઉપરોકત શિથીલીકરણની પ્રક્રિયા દરમિયાન મનને દ્રઢતાપુર્વક સુચનો (ઓટોસજેશન્સ) આપતાં રહો કે મનની તાણ ઘટી રહી છે… હું મનમાં ટેન્શનનું કારણ શોંધી તેને દુર કરી શકશી. હવે મારે ટેન્શન રાખવાનું કોઈ કારણ નથી… વગેરે વગેરે. આ સ્વંયસુચનો (ઓટો સજેશન્સ) શિથીલીકરણ દરમિયાન અથવા અન્ય કોઈપણ સમયે (નવરાશના સમયે) કરી શકાય.

(૩) ઓટોજેનીસક : જયારે ટેનશન જણાય ત્યારે હાથપગની લોહીની નસો સંકોચન પામે છે. આ નળીઓને પહોળી કરી રક્તપ્રવાહ વધારવાની ક્રિયાને  ઓટોજેનીકસ કહે છે. પલાઠીવાળી, આંખ બંધ કરી (સુખાસનમાં કે  પદમાસનમાં આરામથી બેસવું. હાથની મુઠ્ઠીવાળીને બંને ઘુંટણી પર રાખવા, અંગુઠો અને પહેલી આંગળી ભેગા કરવાં બધું જ ધયાન આંગળી  અને અંગઠા પર કેન્દ્રીત કરવું. થોડીવારમાં આંગળી તથા અંગુઠામાં હૃદયના ધબકકારા અનુભવાશે (ફીલ થશે) અને તેમાં ગરમાવો ઉત્પન્ન થશે. આજ રીતે પગમાં પણ ગરમાવાનો અનુભવ કરવો. નિયમીત રોજ થોડી મિનિટો આ ઓટોજેનીકસની પ્રક્રિયા માનસિકતાણ ઘટશે.

(૪) શ્વસનવ્યાયામ : આ પ્રક્રિયા ઘણી સહેલી છે. શરીર ઢીલું કરી આરામથી ખુરશી પર બેસવું. આંખો બંધ કરવી. પેટથી ખુબ જ ઉંડો શ્વાસ લેવો. પછી ધી…. મે. ધી….. મેં શ્વાસ બહાર કાઢતાં કાઢતાં મનમાને મનમાં પ્રિયપાત્રના નામનું રટણ કરવું. સર્જનહાર મારી તાણ દુર કરશે. જે એ વિશ્વાસ સાથે આમ કરવું. (મહાન વૈજ્ઞાનિક કાર્લ જુગે એવું તારણ કાઢયું છે કે શ્રધ્ધાળું અને અસ્તિક માણસો કટોકટીનો સામનો વધારે સ્વસ્થતાથી કરી શકે છે. પોતાના કરતાં કોઈ મોટી શક્તિનું છત્ર પોતાના પર છે અને તે મને  મદદ કરશે. જે તેવી શ્રધ્ધા રાખનાર જલ્દી તાણાુમ્કત થાય છે.  આ રીતે શરૂઆતમાં ૪-પ વખત તથા ધીરે ધીરે વધીને ૧પ-ર૦ વખત ઉંડા શ્વાસ લેવાની અને શ્વાસ બહાર કાઢવાની પ્રક્રિયા કરવી. આશરે ૪ થી ૬ મિનિટમાં પ્રક્રિયા પુરી કરવી. ઝડપથી ઉંડા શ્વાસ લઈ ઝડપથી શ્વાસ બહાર કાઢવાની પ્રક્રિયાથી પણ તણા ઘટી છે.

(પ) લાફિંગ થેરાપીથી પણ મનોતાણ ઘટવાની દાવા થયા છે.

(૬) છેલ્લે…. તનનું આરોગ્ય સારૂ હશે તો પણ ઘણે અંશે મનની તાણ ઘટશે. કમ તાકાત ઔર ગુસ્સા બહોત. એ કહેવત મુજબ અશ્કત, માંદા, નબળાં લોકોને ટેન્શન જલ્દી આવી જાય છે. ગુસ્સો બહોત. એ કહેવત મુજબ અશક્ત, માંદા, નબળાં લોકોને ટેન્શન જલ્દી આવી જાય છે. ગુસ્સો  પણ બહુ આવે. તામુક્તિ માટે વ્ય્સનો, દારૂ, ગુટકા, ધ્રુમપાન કે અન્ય નશાનો શોર્ટકટ કદી પણ ન અપનાવવો. આ  શોર્ટ કટ એકંદરે થ્રોટ કટ પુરવાર થાય છે. ટેન્શનમુક્તિ જેવી અમુલ્ય ચીજ મેળવવા રોજ ૧પ થી ર૦ મિનિટનો સમય આપવો એ કંઈ ખોટનો સોદો નથી. ભારે લાભનો વ્યાપાર છે. અલબત્ત આળસ રૂપી હરીફ આ ધંધામાં રૂકાવટ ન કરે તેનું ખાસ ધ્યાન રાખવું. નિયમિતતા શ્રધ્ધા અને પુરેપુરી લગન નામના સાથીદારો જ આ ધંધાની સફળતાની અદ્‌ભૂત વફાદાર જડીબુટી છે.

ખાસ નોંધ :- મનની શક્તિ અગાધ છે. તેમાય અર્ધજાગૃત મનની શક્તિ તો જાગૃત મનની શક્તિ કરતા પણ દસ ગણી વધુ છે. તેનો મહત્તમ ઉપયોગ કરીને પ્રગતિના શિખરો સર કરવા માટેના ઉપાયો વિષે ઘણા લેખો તથા પુસ્તકો લખાયા છે અને લખાયા જ કરે છે. તે માટેના પ્રવચનો, શિબીર વર્કશોપ વગેરે યોજાયા કરે છે. પરંતુ આ બધાનો સમજપુર્વકનો સદ્દઉપયોગ ઘણો જરૂરી છે. તેનો અણધડ ઉપયોગ અને અતિરેક ઘણીવાર ફાયદાને બદલે ગેરફાયદો (આડઅસર) કરે છે. (જેવી રીતે દવાનો દુરૂપયોગ,) અતિરેક વગેરે આડઅસરો કરે છે.) જે રીતે યોગ્ય આહાર અને વ્યાયામ જરૂરી છે. પણ તેનો અતિરેક કે બેજવાબદારી ભર્યો ઉપયોગ હાનીકર્તા નીવડે છે, તે જ રીતે મનની શક્તિઓ ખીલવવાના અને અર્ધજાગૃત મનની શક્તિ વધારવાના પ્રયોગોનો અતિરેક કે સમજ વિનાનો પ્રયોગ હાની કરે છે.

પારકી પંચાત – આરોગ્ય સુધારે છે..!!! અને બગાડે પણ છે..!!

ભુખ, તરસ, નિદ્રા, મૈથુન, આત્મરક્ષણ વગેરે જે રીતે, કુદરતી આવેગો છે. તેવી જ રીતે કેટલેક અંશે પંચાત કરવાની વૃત્તિને માનવીમાં રહેલો મુળભૂત કુદરતી આવેગ ગણી શકાય, તેવું તારણ મનોવૈજ્ઞાનિકોએ લાંબાગાળાના સંશોધનો તથા સર્વેક્ષણો બાદ કાઢયું છે. ડો. નિકોલસ એમેલર જેઓ આયરલેન્ડ દેશના મનોવૈજ્ઞાનિક છે તેમણે આ વિષે વર્ષો સુધી કાર્ય કર્યું છે. માનવીના વિચારોનો આહારનું બિરૂદ તેઓએ પંચાયતને આપ્યું છે. જીવન ટકાવવા શ્વાસ લેવો જરૂરી છે તે જ રીતે જીવનમાં સપ્રમાણ, સમજપુર્વકની સ્વસ્થ પંચાયત પણ જરૂરી છે. પંચાત દ્વારા આપણી સામાજિક તથા માનસિક જરૂરીયાતો સંતોષાય છે કે પોષાય છે. એક સુંદરવાત તજજ્ઞોએ કરી છે. પંચાયત કરવાથી મનન રહેલો દ્વેષ, ઈર્ષા, ગુસ્સો, ખુશીની કે દુઃખોની લાગણી, સંતાપ વગેરે (લાગણીઓ જે મનમાં મુરઝાએલી અને  ધરબાયેલી રહે છે.) બહાર નિકળવા માટેનો સેફટીવાલ ખુલવાથી મનને હળવાશ મળે છે. લાગણીઓને વાચા મળે છે. જેથી મનના રોગો ઘટે છે. રોજિંદા તણાવો ઘટે છે. જો રચનાત્મક પંચાત કરાય તો સામાજિક સંબંધો તથા મિત્રતા બાંધવામાં, તકરારો ઘટાડવા વગેરેમાં પણ મદદ મળે છે. તેનાથી વિપરીત ખંડનાત્મક (નેગેટિવ) પંચાત સંબંધો બગાડે છે. દુશ્મનાવટ વધારે છે અને માનસિક રોગોને નિમંત્રે છે. જે રીતે આહારનો યોગ્ય ઉપયોગ સ્વસ્થય માટે જરૂરી છે. તેમ પંચાયતનો સદ્દઉપયોગ સામાજિક અને માનસિક આરોગ્ય માટે જરૂરી છે. મીશીંગના યુનિવર્સિટી (અમેરીકા)ના નિષ્ણાંતો તો ત્યાં સુધી રહે છે કે ઘણીવાર પંચાત કદી ના કરનારાઓની સામાજિક અને માનસિક સ્વસ્થતા બગડવાથી હતાશા (ડીપ્રેશન) થઈ શકે. તેથી તે કુવ્યસનો તરફ વળે છે. પંચાત દ્વારા કોઈની નિંદા, ટીકા કે કુથલી (નારાત્મક ટીકા) માત્ર તે વ્યક્તિને ઉતારી પાડવા માટે જ કરવામાં આવે તો સંબંધો વણસે છે અને મનના રોગો થાય છે. આમ પંચાત બેધારી તલવાર છે.

Previous articleખ્રિસ્તી સમાજ દ્વારા ક્રિસ્મસની કરાયેલી ઉજવણી
Next articlePUBG થી બચાવે રબજી