હું બોલિવૂડમાં પૈસા કે પ્રસિદ્ધિ કમાવા આવ્યો નથીઃ રાજકુમાર રાવ

703

વિદાય લઇ રહેલા ૨૦૧૮ના વર્ષમાં એકથી એક ચઢિયાતી ફિલ્મો આપનારા અભિનેતા નેશનલ એવોર્ડ વિજેતા રાજકુમાર રાવે કહ્યું હતું કે હું બોલિવૂડમાં પૈસા કે પ્રસિદ્ધિ કમાવા આવ્યો નથી. ’પૈસા કે પ્રસિદ્ધિ કમાવાના બીજા ઘણા વ્યવસાયો છે. મારે તો લોકોને સરસ વાર્તાઓ કહેવી છે. આજે હવે એવો સમય ચાલી રહ્યો છે જ્યારે દુનિયાભરનું મનોરંજન લોકોની આંગળીના ટેરવે હોવાથી લોકો જોરદાર કથા હોય એવી ફિલ્મો પસંદ કરતા થયા છે. માત્ર મસાલો કે ટોચના સ્ટાર્સના જોરે ફિલ્મો મબલખ કમાણી કરે એવા દિવસો હવે રહ્યા નથી. મને વાર્તા કહેવામાં રસ છે અને વૈવિધ્યપૂર્ણ સ્ક્રીપ્ટ્‌સ મારી સામે આવતી રહી છે એટલે મને કામ કરવાની મજા પડે છે’ એમ રાજુકુમાર રાવે કહ્યું હતું. ચાલુ વરસે એની ઓમેરઠા, ફન્ને ખાન અને સ્ત્રી ફિલ્મો રજૂ થઇ હતી. ત્રણે ફિલ્મો એકબીજાથી સાવ જુદી હતી. ઉપરાંત એણે એકતા કપૂરની સાઇકો થ્રીલર મેન્ટલ હૈ ક્યા કરી હતી. આમ એ વિવિધ કથા ધરાવતી ફિલ્મો કરી રહ્યો હતો. એણે કહ્યું કે હિન્દી ફિલ્મો માટે હાલ સુવર્ણકાળ ચાલી રહ્યો હોય એવો આ સમય છે.

Previous articleબોલો..સ્ક્રીપ્ટ પણ મહત્ત્વની છે એ સૌને હવે સમજાયુંઃ વિધુ વિનોદ
Next articleબોલિવુડમાં એન્ટ્રી કરવાની યોજના ન જ હતી : જેક્લીન