દેશમાં પ્રવર્તી રહેલા આક્રોશ અને ગુસ્સાથી હું ચિંતિત છુંઃ સોનું નિગમ

866

મોખરાના પ્લેબેક સિંગર સોનુ નિગમે કહ્યું હતું કે હાલ દેશમાં વિવિધ મુદ્દે આક્રોશ અને ગુસ્સો પ્રવર્તી રહ્યો છે જે સારું નથી. મારે લોકોના ચહેરા પર સ્મિત પ્રગટાવવું છે. આટલા બધા ગુસ્સાથી હું ચિંતિત છું. ગયા સપ્તાહે બે વિવાદાસ્પદ વિધાનો કરીને એણે ટેન્શન પ્રગટાવ્યું હતું. એણે કહ્યું ’કાશ, હું પાકિસ્તાની ગાયક હોત. તો મને વધુ ઑફર્સ મળી હોત. અહીં ઘરઆંગણે ઘર કી મુર્ગી દાલ બરાબર જેવો ઘાટ થયો છે…’ ગાયિકા અભિનેત્રી સોના મોહપાત્રાએ મી ટુ આંદોલનમાં ઝંપલાવીને જાહેર નિવેદન કર્યું ત્યારે પણ સોનુએ એને પડકારીને વિવાદ સર્જ્યો હતો. હવે એ કહે છે કે દેશમાં ભારે ક્રોધની લાગણી પ્રવર્તી રહી છે એથી હું ખૂબ વ્યગ્ર થયો છું. ગમે ત્યાં ગમે તે બહાને લોકોનું ટોળું કોઇની ઠંડે કલેજે હત્યા કરી નાખે છે, આંખને બદલે આંખ માગવા જેવા ન્યાયની વાતો થાય છે. આ બધી બાબતોની મને ખૂબ ચિંતા થાય છે કે આપણે કઇ તરફ જઇ રહ્યા છીએ ?

Previous articleબોલિવુડમાં એન્ટ્રી કરવાની યોજના ન જ હતી : જેક્લીન
Next articleબેનક્રોફ્ટે વોર્નર પર લગાવ્યો આરોપ ‘મને બોલ સાથે ચેડાં કરવા ઉશ્કેર્યો’