ડેલ સ્ટેને દક્ષિણ આફ્રિકા માટે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપી ઈતિહાસ રચ્યો

785

દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ડેલ સ્ટેને પાકિસ્તાન વિરુદ્ધ શરૂ થયેલા બોક્સિંગ ડે ટેસ્ટમાં અખર જમાનને આઉટ કરીને ઈતિહાસ રચી દીધો છે. તે દક્ષિણ આફ્રિકા તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. તેણે શોન પોલોકની ૪૨૧ વિકેટના રેકોર્ડને તોડતા ૪૨૨ વિકેટ ઝડપી લીધી છે. આ મેચ પહેલા ડેલ સ્ટેન અને શોન પોલોક ૪૨૧ વિકેટની સાથે આફ્રિકા તરફથી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને હતા.

પાકિસ્તાન સામે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈનિંગની સાતમી ઓવરમાં ડેલ સ્ટેને ફખર જમાનને ડેન એલ્ગરના હાથે કેચઆઉટ કરાવીને આ સિદ્ધિ મેળવી હતી. શોન પોલોકે ૪૨૧ વિકેટ ઝડપવા માટે ૧૦૮ ટેસ્ટ રમી હતી. જ્યારે સ્ટેને માત્ર ૮૯મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી લીધી છે. મહત્વનું છે કે, ડેલ સ્ટેન ઈજાને કારણે છેલ્લા ઘણા સમયથી પોતાની લયમાં જણાતો નથી.

Previous articleબેનક્રોફ્ટે વોર્નર પર લગાવ્યો આરોપ ‘મને બોલ સાથે ચેડાં કરવા ઉશ્કેર્યો’
Next articleશ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડ ૧૭૮માં ઓલઆઉટ