શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડ ૧૭૮માં ઓલઆઉટ

832

બોક્સિંગ ડેના દિવસે શરૂ થયેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં સુરંગા સકમલની શાનદાર બોલિંગની મદદથી શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડના પ્રથમ ઈનિંગમાં માત્ર ૧૭૮ રન પર ઓલઆઉટ કરી દીધું હતું. જવાબમાં પ્રથમ દિવસે સ્ટંપ્સ સુધી શ્રીલંકાએ ૪ વિકેટ ગુમાવી ૮૮ રન બનાવી લીધા છે. પ્રથમ ઈનિંગના આધારે શ્રીલંકા હજુ ૯૦ રન પાછળ છે.

શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો અને આ મહત્વનો સાબિત થયો હતો. ન્યૂઝીલેન્ડની ટીમ ૫૦ ઓવરમાં માત્ર ૧૭૮ રન બનાવી આઉટ થઈ ગઈ હતી. એક સમયે યજમાનનો સ્કોર ૬૪/૬ થઈ ગયો હતો, પરંતુ ટિમ સાઉદીએ ૬૫ બોલમાં આક્રમક  ૬૮ રન ફટકારીને ટીમનો સ્કોર ૧૫૦ને પાર પહોંચાડ્યો હતો. તેણે બીજે વોટલિંગ (૪૬)ની સાથે સાતમી વિકેટ માટે ૧૦૮ રન જોડ્યા હતા. પરંતુ યજમાન ટીમે અંતિમ ચાર વિકેટ માત્ર ૬ રનમાં ગુમાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડ તરફતી ટોમ લૈથમ ૧૦, જીત રાવલ ૬, કેન વિલિયમસ્ન ૨, રોસ ટેલર ૨૭, હેનર નિકોલ્સ ૧, કોલિન ડી ગ્રાન્ડહમોમ ૧, એઝાજ પટેલ ૨ અને નીલ વૈગનર શૂન્ય પર આઉટ થયો હતો.

Previous articleડેલ સ્ટેને દક્ષિણ આફ્રિકા માટે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપી ઈતિહાસ રચ્યો
Next articleભારતના બે વિકેટે ૨૧૫, ધીમી બેટિંગ