મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના આજે પ્રથમ દિવસે ભારતીય ટીમે મક્કમ પરંતુ કંગાળ બેટિંગ કરી હતી. અત્યંત ધીમી બેટિંગના કારણે ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. એક ચેમ્પિયન ગણાતી ટીમના બેટ્સમેનોની આ પ્રકારની ધીમી રમતથી તમામ લોકો નિરાશ થયા હતા. ખાસ કરીને ચેતેશ્વર પુજારાએ ૨૦૦ બોલ રમીને અણનમ ૬૮ રન કર્યા હતા જેમાં છ ચોગ્ગાનો સમાવેશ થાય છે. કેપ્ટન વિરાટ કોહલી ૪૭ રન સાથે રમતમાં હતો. ૮૯ ઓવરમાં ભારતે માત્ર ૨૦૧૫ રન કરતા ક્રિકેટ ચાહકોમાં આની ચર્ચા જોવા મળી હતી. ૧૯મી ઓવરમાં ભારતે તેની પ્રથમ વિકેટ વિહારીના રુપમાં ગુમાવી હતી. ટીમમાં રોહિત શર્માનો ફરી સમાવેશ કરાયો છે. જાડેજાને પણ ટીમમાં સમાવેશ કરાયો હતો. ભારે વિખવાદ બાદ ભારે હોબાળો રહ્યો હતો. પર્થ ટેસ્ટ મેચ ગુમાવી દીધા બાદ આની ચર્ચા રહી હતી. આજે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ શરૂઆતથી જ નિરાશાજનક બેટિંગ જોવા મળી હતી. અગાઉ આજે ભારતીય કેપ્ટન કોહલીએટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનિંગમાં આવેલા મયંક અગ્રવાલે પોતાની કુશળતા દર્શાવી હતી. તે ૭૬ રન કરીને આઉટ થયો હતો. ટેસ્ટ પ્રવેશમાં અડધી સાથે ટે નવો રેકોર્ડ બનાવી ગયો હતો.અત્રે નોંધનીય છે કે પર્થના મેદાન ખાતે રમાયેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચના પાંચમા અને અને અંતિમ દિવસે ભારતીય ખેલાડીઓ જીતવા માટેના ૨૮૭ રનના ટાર્ગેટ સામે કોઇ પણ સંઘર્ષ કર્યા વગર આઉટ થઇ જતા કરોડો ક્રિકેટ ચાહકોમાં નિરાશાનુ મોજુ ફેલાઇ ગયુ હતુ.