ક્ષત્રિય-પાટીદાર સમાજે એક મંચ પર આવી રોષ ઠાલવ્યો

763
bvn2122017-6.jpg

તાજેતરમાં ભાવનગરના પાલીતાણા ખાતે ભાજપના ઉમેદવાર દ્વારા આયોજીત સભામાં ચૂંટણી પ્રચાર અર્થે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં માનગઢ ખાતે થયેલ હત્યાકાંડનો ચર્ચાસ્પદ મુદ્દો લેતા ક્ષત્રિય તથા પાટીદાર સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે.
બે દિવસ પૂર્વે પાલીતાણા ખાતે ચૂંટણી પ્રચાર અર્થે આવેલ પીએમ મોદીએ પોતાના ભાષણમાં પાલીતાણાના માનગઢ ગામે થયેલ હત્યાકાંડનો ચર્ચાસ્પદ મુદ્દો છેડી ભાવનગરમાં હળીમળીને રહેતા લોકોમાં આપસી વૈમનસ્ય ઉભુ કરવાનો હિન પ્રયાસ કર્યાનો આક્ષેપ    પાટીદાર તથા ક્ષત્રિય સમાજે કર્યો છે. આજરોજ શહેરના નવાપરા ક્ષત્રિય બોર્ડીંગ ખાતે બન્ને સમાજની યોજાયેલી સંયુક્ત બેઠકમાં મોદીના પ્રવચનની ભારે ટીકા કરવામાં આવી હતી અને અગ્રણીઓએ જણાવ્યું કે, વડાપ્રધાન પોતાના પદની ગરીમા ચૂકી નિમ્નસ્તરના રાજકારણ પર ઉતરી આવ્યા છે. આજે લોકો કડવા ઈતિહાસની યાદો ભુલી સંપીને રહે છે ત્યારે આ વાત તાજી કરવાનો હેતુ શું ? ભાજપ મતો માટે સાંપ્રદાયિક રંગ પર આવશે તો પક્ષને તેની મોટી કિંમત ચુકવવી પડશે. આ બેઠકમાં મોટીસંખ્યામાં બન્ને કોમના અગ્રણીઓ, યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleજાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા
Next articleપાટોત્સવ નિમિત્તે સાંઈમંદિરે ઝળહળાટ