નંદાસણ હાઈવે પર બસમાંથી અજાણ્યા શખ્સોએ આંગડિયાકર્મીઓ પાસેથી ૧૦ લાખ રૂપિયાની લૂંટ કરી હતી. એસ.ટી બસને હાઇજેક કરીને આંગડિયા કર્મીને લૂંટવાના મામલે મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાના માસ્ટર માઈન્ડ નિયાઝખાનની પોલીસે ધરપકડ કરી લીધી છે. અગાઉ પણ પોલીસે આ કેસમાં ૧૭ જેટલા આરોપીની ધરપકડ કરી હતી.
મહેસાણામાં આંગડિયા કર્મી સાથે થયેલ લૂંટ મામલે વધુ એક ખુલાસો બહાર આવ્યો હતો. આરોપીઓએ મહેસાણા ન્ઝ્રમ્ની પૂછપરછમાં ઘટના બાદ હથિયાર ફેંકી દીધા હોવાનુ કબુલ્યૂ હતું. ખેરાલુ નજીક ચિમનાબાઈ સરોવરમાં આરોપીઓએ હથિયાર ફેંક્યા હતા. આરોપીઓની કબુલાત બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સરોવરમાંથી ૨ દેશી તમંચા અને ૭ કારતૂસ મળી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મહેસાણાના નંદાસણ હાઈવે પર એસ.ટી.બસમાંથી અજાણ્યા શખ્સોએ આંગડિયાકર્મીઓ પાસેથી ૧૦ લાખ રૂપિયાની લૂંટ કરી હતી. ખેરાલુમાંથી પોલીસને બિનવારસી હાલતમાં લૂંટમાં વપરાયેલી ગાડી મળી આવી હતી. તેમજ આંગડિયાની એક બેગમાં ય્ઁજી સિસ્ટમ લાગેલી હતી. જેના આધારે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા.