વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના પિતાનું અવસાન

647

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીના પિતાનું અમરેલીમાં અવસાન થયું છે. ૭૫ વર્ષની ઉંમરે તેમના પિતાનું માંદગી બાદ અવસાન થયું છે. ટૂંકી માંદગી બાદ થયેલા અવસાનને પગલે ધાનાણી પરિવારમાં શોક જોવા મળ્યો હતો.

નિધન અંગેના સમાચાર વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને ગાંધીનગરથી તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે મળ્યા હતા. તેમણે પોતાના પિતાના નિધન અંગેની વાત પોતાના સત્તાવાર ટ્‌વીટર એકાઉન્ટ પરથી એક ટ્‌વીટ કરીને કરી હતી.

Previous articleમહેસાણામાં ST બસ લૂંટ મામલે માસ્ટર માઇન્ડ નિયાઝખાનની પોલીસે કરી ધરપકડ
Next articleબ્રહ્માકુમારીઝ, ગાંધીનગર ખાતે ૨૮ ડિસેમ્બરના રોજ પર્સનાલીટી અંગે કાર્યક્રમ