ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગાંધીનરમાં રાજ્ય વક્ફ બોર્ડની નવીનીકરણ પામેલી કચેરી સીટીઝન ચાર્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રુપાણીએ જણાવ્યું કે ગુજરાતની ભાજપા સરકાર તુષ્ટીકરણ કે વોટબેંકની રાજનીતિ નહી પરંતુ માત્ર માત્ર વિકાસના એક માત્ર લક્ષ્ય સાથે ૨૩ વર્ષથી સુસાશન આપી રહી છે. મુખ્યપ્રધાને જણાવ્યું કે વિકાસ એ જ અમારો એજન્ડા છે. સાડા છ કરોડ ગુજરાતીઓના સર્વગ્રાહી વિકાસમાં જાતિ-ધર્મ-કોમ કે સંપ્રદાયથી ઉપર ઉઠીને ગુજરાત અમારો આત્મા-પરમાત્મા એવા સર્વાંગી ભાવથી સરકારે શાસન દાયિત્વ નિભાવ્યું છે.