સ્કૂલ-કોલેજના પ્રવાસની બસો રાત્રે ૧૧ થી સવારના ૬ સુધી પ્રવાસ નહીં કરી શકે

1259

સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં એક મિટીંગ યોજવામાં આવી. જેમાં અનેક મહત્વનાં નિર્ણય લોવામાં આવ્યાં છે. તેમાં શાળાનાં વિદ્યાર્થીઓનાં પ્રવાસમાં થતાં અકસ્માતને રોકવા માટે રાતનાં ૧૧થી સવારનાં ૬ કલાક સુધી પ્રવાસ કરી નહીં શકાય. આ અંગે ડે.સીએમ નીતિન પટેલે જણાવતાં કહ્યું કે, આપણે થોડા સમયથી જોઇએ છીએ કે શાળાનાં વિદ્યાર્થીઓને પ્રવાસે લઇ જતા વાહનોને અકસ્માત નડતા અનેક બાળકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમના મોત પણ નીપજ્યાં છે. સરકાર તરફથી બાળકોને સહાય પણ જાહેર કરવામાં આવી છે અને ઇજાગ્રસ્ત બાળકોને સારામાં સારી સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ ભવિષ્યમાં આવા બનાલ ન બને તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. શાળાના બાળકોને પ્રવાસે લઇ જતી બસો રાતનાં ૧૧ કલાકથી સવારે ૬ કલાક સુધી પ્રવાસ નહીં કરી શકે. જે બસો રાતે પ્રવાસ કરતી હતી અને વિવિધ જગ્યાએ અકસ્માતનો ભોગ બની તેવું ભવિષ્યમાં ન થાય એટલે રાતે બસો પ્રવાસ કરી શકશે નહીં. આ ઉપરાંત બાળકોને રાતે રહેવાની યોગ્ય વ્યવસ્થા કરશે.

આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી ૯૬ તાલુકામાં ખેડૂતો માટેનાં રોકાણ ખર્ચની સહાય આપવાનું સરકારે જાહેર કર્યું છે. તેવા ૯૬ તાલુકાનાં ૨૨ લાખ ખેડૂતોને ૨,૨૮૦ રૂ.ની વહેલી તકે ચુકવવાનું શરૂ કરવામાં આવશે. મહત્વનું છે કે એક દિવસ પહેલા જ એટલે ૨૫મી તારીખે અમદાવાદનાં નારોલ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડરી હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ બસમાં ઉજ્જૈન પ્રવાસમાં જઇને પાછા ફરી રહ્યાં હતાં. ત્યારે જ વહેલી સવારે ગોધરાનાં પરવડી પાસે વિદ્યાર્થીઓથી ભરેલી બસના ડ્રાઇવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. તે પહેલા ડાંગ જીલ્લામાં પણ વિદ્યાર્થીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી. જેમાં ૧૦ લોકોના મોત નીપજ્યાં હતા. જ્યારે ૪૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.  કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટને એઈમ્સ આપવાની જાહેરાતની અટકળો વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનથી મામલો વધુ ગુંચવાયો છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠક બાદ નીતિનભાઈને એઈમ્સ કોને મળશે? જેના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, એઈમ્સ સમગ્ર ગુજરાતની જરૂરિયાત છે, ત્યારે રાજ્ય સરકારે ૧૨૦૦ કરોડથી વધુના ખર્ચ સાથે રાજકોટ અને વડોદરાની જમીન અંગેની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી છે. એઈમ્સના નિર્માણ અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણતાના આરે છે અને એઈમ્સ ક્યાં બનશે તે અંગે ટૂંક સમયમાં જ જાહેરાત કરાશે. જસદણ પેટાચૂંટણી પહેલા અને પરિણામ બાદ રાજકોટને એઈમ્સ મળી હોવાની વહેતી થયેલી અટકળો વચ્ચે પટેલે આ વાત કેમ લટકાવી રાખી તે ચર્ચાનો વિષય છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે પૂર્વ સંયુક્ત સચિવની ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. સરકારે ઉલ્ટા ચોર કોટવાલને દંડે તેવી નીતિ અપનાવીને અધિકારી સામે પગલાં ભરવાનો આદેશ આપ્યો હતો. નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોઇ પણ અધિકારી કે નિવૃત અધિકારી અન્ય હોદ્દા પર જાય અને સરકાર વિશે કંઈ પણ બોલશે તો તેની સામે પગલાં ભરવામાં આવશે.

Previous articleરાજ્ય વક્ફ બોર્ડની નવીનીકરણ પામેલી કચેરીનું લોકાર્પણ
Next article૧૭ રાજ્યોમાં ભાજપના પ્રભારી નિમાયા