વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે જજોની નિમણૂંક માટે અખિલ ભારતીય ન્યાયિક સેવાની તરફેણમાં છે. કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે આ અંગેન સંકેત આપી દીધા બાદ કાયદાકીય નિષ્ણાંતોમાં આને લઇને નવી ચર્ચા છેડાઇ ગઇ છે. પ્રસાદે કહ્યુ છે કે સંઘ લોક સેવા આયોગના માધ્યમત પ્રવેશ પરીક્ષા મારફતે ન્યાયિક સેવામાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે અનામતની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. લખનૌમાં એક કાર્યક્રમમાં ભારતીય અધિવક્તા કાર્યક્રમમાં રવિશંકર પ્રસાદે આ મુજબની વાત કરી નવી ચર્ચા જગાવી દીધી છે.
ન્યાયપાલિકામાં આ વર્ગના લોકોનુ પ્રતિનિધીત્વ વધારી દેવાના હેતુથી પ્રસાદે આ મુજબની વાત કરી હતી. આ પહેલા નીચલી કોર્ટમાં પ્રવેશ માટે પરીક્ષા આધારિત અખિલ ભારતીય ન્યાયિક સેવા બનાવવાના મુદ્દા પર ભારે વિવાદ થયો હતો.
પોતાન વાતને સ્પષ્ટ કરતા પ્રસાદે કહ્યુ હતુ કે યુપએસસી દ્વારા ન્યાયિક સેવાની પરીક્ષા સિવિલ સેવાની જેમ હોઇ શકે છે. જ્યાં એસસી અને એસટી માટે અનામત છે. આમાં પસંદગી પામેલા લોકોને રાજ્યોમાં મોકલી શકાય છે.
અનામતના કારણે વંચિત વર્ગના લોકોને તક મળી શકે છે. સાથે સાથે આગળ ગયા બાદ ઉચ્ચ પોઝિશન પર જવાની તક મળી શકે છે. જો કે રવિશંકર પ્રસાદે અન્ય પછાત વર્ગના અનામતનો કોઇ ઉલ્લેખ કર્યો ન હતો. મંડળ કમીશનની ભલામણને અમલી કરવા માટે સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં ધ્યાન આપવાની જરૂર છે. સિવિલ સર્વિસેસના યુપીએસસી મો.લની જેમ અહીં પણ ઓબીસી માટે અનામતની જોગવાઇ રહેશે.