ગેરકાયદેસર શિકાર કરતા ચિત્રાંગદાના પૂર્વ પતિ રંધાવાની ધરપકડ

617

ઈન્ટરનેશનલ ગોલ્ફર જ્યોતિ રંધાવાની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ વન વિભાગની ટીમે બહરાઈચના કતર્નિયાઘાટમાં ગેરકાયદેસર શિકાર કરતાં રંધાવાની ધરપકડ કરી છે. તેની પાસેથી એક .૨૨ રાઇફલ પણ જપ્ત કરવામાં આવી છે. મળતા અહેવાલો મુજબ, રંધાવાની દુધરા ટાઇગર રિઝર્વ પાસેથી ધરપકડ કરવામાં આવી છે. ડીએફઓ જેપી સિંહના જણાવ્યા મુજબ, કતર્નિયાઘાટના મોતીપુર રેન્જમાં પ્રાણીઓનો શિકાર કરી રહેલા રંધાવાની પાસે એક .૨૨ બોરની રાઇફલ અને અન્ય ઉપકરણ જપ્ત કરવામાં આવ્યા છે.

પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ એસ કે ઉપાધ્યાયે જણાવ્યું કે, એવું લાગે છે કે શિકારના ઈરાદાી જ તે લોકો પહોંચ્યા હતા. માહિતી મળતાં જ વન વિભાગના અધિકારીઓએ તેમને કસ્ટડીમાં લઈ લીધા. તેમની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ ગોલ્ફ રેન્કિંગમાં રંધાવા ટોપ ૧૦૦માં ૨૦૦૪થી ૨૦૦૯માં સ્થાન મેળવ્યું હતું. જ્યોતિ રંધાવાના બોલીવુડ અભિનેતા ચિત્રાંગદા સિંહ સાથે લગ્ન થયા હતા. તેમના છૂટાછેડા એપ્રિલ ૨૦૧૪માં થયા હતા.

Previous articleઅનુપ્રિયા પટેલ અધવચ્ચેથી કાર્યક્રમ છોડીને દિલ્હી ફર્યા
Next articleISIS નેટવર્કનો પર્દાફાશ : ૧૦ જબ્બે