ક્રિસમસ સેલિબ્રેશન દરમ્યાન ઘરમાં લાગી આગ, ત્રણ ભારતીય બાળકોના મોત ત્રણે બાળકોમાં બે બહેન અને એક ભાઈ છે. ત્રણેની ઉંમર ૧૪-૧૭ વર્ષ વચ્ચેની છે. અમેરિકામાં આગ લાગવાથી ત્રણ ભારતીય બાળકો સહિત ચાર લોકોના મોત થયા છે. ત્રણે સગા ભાઈ-બહેન હતા અને ક્રિસમસના બે દિવસ પહેલા જ સેલિબ્રેશન માટે કોલ્લિરવિલેની રહેવાસી કારી કોડ્રિટના ઘરે આવ્યા હતા. કારીના ઘરમાં રાત્રે ૧૧ વાગ્યે અચાનક આગ લાગી ગઈ. તેના પતિ અને દીકરો પણ તે સમયે ત્યાં હાજર હતા, પરંતુ તે લોકો ઘરમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા. ત્રણે બાળકોમાં બે બહેન અને એક ભાઈ છે. ત્રણેની ઉંમર ૧૪-૧૭ વર્ષ વચ્ચેની છે.
ચર્ચ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બાળકો મિશનરી પરિવારના હતા. કારીના પતિ અને દીકરાની સારવાર ચાલી રહી છે, તે ટુંક સમયમાં સ્વસ્થ્ય થઈ જશે. બાળકોના પિતાનું નામ શ્રિનિવાસ નાઈક છે, અને માનું નામ સુજાતા છે. આ પરિવાર તેલંગણાના નાલગોંડા જીલ્લાનો મૂળ રહેવાસી છે.
શ્રીનિવાસ અમેરિકામાં પાદરી તરીકે કામ કરતા હતા અને ગત વર્ષે તેલંગણા આવ્યા હતા. પરંતુ તેમના બાળકોના અભ્યાસ માટે મિસિસિપીમાં ફ્રેંચ કેમ્પ એકેડમીમાં રોકાઈ ગયા. ૨૩ ડિસેમ્બરના રોજ લાગેલી આ આગ ૨૦-૩૦ મીનિટ બાદ કાબુમાં આવી ગઈ. ઘરમાંથી ઘણો ધુમાડો નીકળી રહ્યો હતો.
આગ કેવી રીતે લાગી તેની તપાસ હજુ ચાલી રહી છે. અહીં સ્મોક ડિટેક્ટર પણ લાગેલા છે, પરંતુ કોઈમાં પણ અલાર્મ ન વાગ્યું.