૪૮૦ કામદારોને ઔદ્યોગિક સલામતી અને સ્વસ્થય તાલીમ સાથે જોડવામાં આવ્યુ

710

ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થય વિભાગ તથા શિશુવિહાર સંસ્થાના સંયુકત ઉપક્રમે અલંગના કામદારો, મીઠામાં કામ કરતા અગરિયાઓ, એગ્રોસીલના કામદારો, રોલિંગમીલના શ્રમિકો માટે ઔદ્યોગિક સલામતી, સ્વ્સ્થય અને એચઆઈવી રોગ વિષયે જાગૃતિ વગેરેની વિષયે શિબિરોનું આયોજન તા. રર ઓકટોબરથી ર૪ ડિસેમ્બર ર૦૧૮ દરમિયાન કરવામાં આવેલ.

આ પ્રસંગે ૪૮૦ કામદારોને એકસેલ ક્રોપ કેરના સેફટી ઓફિસર જીરાવલા, ડો. હિતેશ ગોહેલ, ભાવનગર બ્લડ બેંકના પ્રોગ્રામ ઓર્ગેનાઈઝર ગિરીશભાઈ ચાવડા તથા શિશુવિહાર સંસ્થાના માધ્યમથી પ૭૭૪થી વધુ તાલીમાર્થીઓને આપત્તિ નિવારણ તાલીમના વ્યવસ્થાપન સાથે જોડનાર હરીશભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ ૪૮૦ કામદારોને ઔદ્યગિક સલામતી અને સ્વસ્થ્ય વિષયે સતત ૮માં વરસે  તાલીમબદ્ધ કરાયા હતાં. આ શિબીરોમાં અનિલભાઈ બોરીચા તથા દિલીપભાઈ પાઠકે પણ તાલિમની ઉપયોગિતા વિષયે કામદારોને માર્ગદર્શન આપેલ.

Previous articleઅમેરિકાઃ ક્રિસમસ સેલિબ્રેશન દરમ્યાન ઘરમાં લાગી આગ, ત્રણ ભારતીય બાળકોના મોત
Next articleરાજુલા તાલુકામાં નવી પ્રાથ. શાળાના મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ઈ. ખાતમુહુર્ત