મારમારીના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા બે શખ્સો ઝડપાયા

556

ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.સોલંકીની સુચનાથી ગઢડા પોલીસ સ્ટેશનના હેડ.કોન્સ. બળભદ્રસિંહ ગોહિલ, ભગીરથસિંહ ગોહિલ તથા પો.કોન્સ. હરપાલસિંહ ગોહિલ વિગેરે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે સતત પ્રયત્નો કરતા હોય તે દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે ગઢડા પો.સ્ટે.ના મારા મારીના ગુનામાં ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીઓ પિન્ટુભાઇ કાંતિભાઇ નાયક રહે.વીજળી ગામ ટેકરી ફળીયું તા.કવાંટ જી.છોટાઉદેપુર તથા શૈલેષભાઇ પુનાભાઇ ભીલ રહે.પાનતલાવડી ગામ ઠાકોર ફળિયું તા.રાજપીપળા જી.નર્મદા વાળાઓ પોતાના વતનમાં વતનમાં છે જેથી ઉપરોક્ત ગઢડા પોલીસે આરોપીઓના વતનમાં જઇ બાતમી આધારે બંનેને દબોચી લઇ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Previous articleદામનગર શહેરના રેલ્વેના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત
Next articleઈન્ડોનેસીયા સુનામીમાં માર્યા ગયેલાઓને પૂ. મોરારિબાપુ દ્વારા ર૦ લાખની સહાય