વિભાગીય પોલીસ અધિકારી ઝેડ.આર.દેસાઈ, એલસીબી, એસઆજીના પીઆઈ એચ.આર.ગોસ્વામી, રાણપુરના પીએસઆઈ – એ.પી.સલૈયા, પાળીયાદના પીએસઆઈ એન.સી.સગર, ઢસાના પીએસઆઈ વી.એમ. કામળીયા, બરવાળાના પીએસઆઈ આર.કે.પ્રજાપતી, ગઢડા પીએસઆઈ-ડી.વી.ડાંગર, બી.ડી.ડી.એસ.ના પીએસઆઈ એ.જે.જાડેજા સહીત બોટાદ જીલ્લાનો પોલીસનો મસ મોટો કાફલાએ રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની બદીને નેસ્ત નાબુદ કરવા અંગે અલગ અલગ જગ્યાઓએ બ્રેથ એનલાઇઝરનો ઉપયોગ કરી અલગ અલગ ટીમો દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ જે દરમ્યાન મધુબેન વા/ઓ રાકેશભાઈ ગણેશભાઈ રાઠોડ રહે-રાણપુર છારાનગર, હિંમતભાઈ મનજીભાઈ રાઠોડ મારવાડી રહે-રાણપુર છારાનગર વાળાની વિરૂધ્ધમાં દારૂ પીધેલા નો કેસ કરવામાં આવેલ તથા મકાનમાંથી દેશી દારૂ ૨ લીટર મળી આવતા તેના વિરૂધ્ધમાં અલગથી કેસ કરવામાં આવ્યો હતો તેમજ સમગ્ર પોલીસ કાફલા સાથે રાણપુર પોલીસ સ્ટેશન ચાર રસ્તે બ્રેથ-એનલાઇઝરનો ઉપયોગ કરી સઘન વાહન ચેકીંગ પણ હાથ ધરવામાં આવેલ હતુ જેમા જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા જાતે હાજર રહી અસરકારક કામગીરી કરાવેલ હતી બોટાદ જીલ્લા નવનિયુક્ત પોલીસ વડા હર્ષદ મહેતાની કડક હાથે કામગીરી જોઈ રાણપુર પંથકના લોકો પોલીસની આ કામગીરી ને બિરદાવી રહ્યા છે જ્યારે બુટલેગરો અને અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે