દામનગર શહેરનું નામ દેશભર રોશન કરનાર નિતેશ વ્યાસ આઈ એ એસ ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શને પધારતા ઉષ્માભર્યું સ્વાગત મધ્યપ્રદેશ સચિવ નિતેશ વ્યાસનું ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ભુરખિયાદાદા પ્રતિમા અને શાલ થી સન્માન કરતા મંદિરના ટ્રસ્ટી જીવનભાઈ હકાણીએ સન્માન કર્યુ હતું.
મૂળ દામનગર ના નિતેશ વ્યાસ પ્રાથમિક અભ્યાસ દામનગર ખાતે લઈ ઉચ્ચ અભિયાસ દેશની વિવિધ વિદ્યાલયો માં મેળવી દેશભરમાં દામનગરનું નામ રોશન કરી સિવિલ સર્વિસમાં જોડાયા ઇન્ડિયા ગ્રેટ એકઝામ માં ૯૬ પી આર મેળવનાર ઓલ ઇન્ડિયા ફાસ્ટ હાઇર સેકન્ડરી સાયન્સમાં ગુજરાત ફાસ્ટ આવેલ નિતેશ વ્યાસ મધ્યપ્રદેશ હરિયાણામાં આઈ એ એસ ઓફિસર તરીકે સારી કામગીરી કરી વાધેલા સરકાર વખતે ગુજરાતમાં ડેપ્યુસ્ટેશનમાં એન આઈ ડી નેશનલ ઈન્સ્યુસ્ટુટ ડાયરેકટર તરીખે સેવા આપી હાલ મધ્યપ્રદેશ સચિવ રૂરલ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી રહ્યા છે સમસ્ત અમરેલી જિલ્લાના ગૌરવ સમા નિતેશ વ્યાસ માદરે વતન પધારતા ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે તેમનું બહુમાન કરાયું હતું આ તકે દાઉદી વ્હોરા સમાજ અગ્રણી બદરૂદીન માંકડા પટેલ સમાજ અગ્રણી વસંતભાઈ મોવલિયા અમરેલી ઘનશ્યામભાઈ પરમાર વિપુલભાઈ જોશી નલિનભાઈ જોશી કનુભાઈ સુતરિયા સહિત અનેકો મિત્રો પરિચિતોએ વ્યાસનું સન્માન કર્યું હતું.