આંગણવાડી કેન્દ્રમાં અનાજ વિતરણનો કાર્યક્રમ યોજાયો

707

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા આઈસીડીએસ આંગણવાડી કેન્દ્ર ૭૭ અને ૭પ નંબરનાં કેન્દ્રનો એક સંયુકત કાર્યક્રમ નગરસેવિકા કાન્તાબેન મકવાણાની ઉપસ્થિતીમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ નગરસેવક ભુપતભાઈ દાઠીયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્રમાં સરકારની યોજના મુજબ સગર્ભા, ધાત્રિ, કિશોરી અને બાળકોને ઘઉ, તેલ, મગદાળ, આયોડીક મીઠુ વિતરણ કરાયેલ. આ રચનાત્મક અભિગમ સાથેનાં કાર્યક્રમ અંગે કલ્પનાબેન રાવળે આંગણવાડીની વિવિધ પ્રવૃતિઓનો તથા જલ્પાબેન કનાડાએ સરકારન યોજના અંગેનો ખ્યાલ આપ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો, બહેનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ભુપતભાઈ દાઠીયાએ મહાનગર સેવા સદન આંગણવાડી કેન્દ્રમાં બહેનો, બાળકોની વિકાસલક્ષી થતી પ્રવૃતિને બિરદાવી સરકારની પ્રજાલક્ષી આશીર્વાદરૂપ યોજના પ્રવૃતિનો લોકો સુધી લાભો પહોંચાડવા સંચાલીકાઓ દ્વારા થતા સઘન પ્રયાસોને બિરદાવ્યા હતા.

Previous articleશ્રી કૃષ્ણ ચરિત્રામૃત કથામાં વૈષ્ણવો ઉમટ્યા
Next articleસાક્ષાત યમરાજના દર્શન કરાવતો ઘાંઘળીથી વલ્લભીપુર સુધીનો હાઈ-વે