મનમોહનસિંહ સુરત આવશે : વેપારીઓ સાથે મુલાકાત કરશે

723
guj2122017-9.jpg

સુરત કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓની ચાલતી જુથબંધીને પગલે આવતીકાલ શનિવારના માજી વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યક્રમમાંતી પણ સ્થાનિક નેતાઓની બાદબાકી થઈ ગઈ છે. આ સ્થાનિક નેતાઓને કાર્યક્રમમાં તો સ્થાન મળશે પણ કાર્યક્રમ અંગે કોઈ પણ પ્રકારનું ઈન્વોલમેન્ટ કરવામાં આવ્યું નથી. ગુજરાત બહારની ટીમે જે રીતે રાહુલ ગાંધીના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેવી જ  સ્ટેટેજી મન મોહનસિંહના કાર્યક્રમને સફળ બનાવવા માટે અપનાવવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસહબાની ચુંટણીના પ્રચાર માટે માજી વડા પ્રધાન મન મોહનસિંહ આવતીકાલે સુરતના પ્રવાસે આવી રહ્યાં છે. સુરતના સાયન્સ સેન્ટરમાં શઙેરના પ્રબુધ્ધ નાગરિકો સાથે તેઓ એક બેઠક કરશે અને ત્યાર બાદ તાજ હોટલમાં પત્રકાર પરિષદને સંબોધશે. સુરતના આ કાર્યક્રમ માટે સ્થાનિક નેતાઓને ઈન્વોલ કરવામા આવ્યા ન હોવાનું કોગ્રસમાં ચર્ચાઈ રહ્યું છે.   ગુજરાત બહારથી આવેલી ટીમે જ મન મોહનસિંહના કાર્યક્રમનું આયોજન કર્યું છે. ૧૨ ઉમેદવારો પાસે હાજર રાખવા માટે કેટલાક લોકોનું લિસ્ટ માગવામાં આવ્યું હતું, જ્યારે કેટલાક સ્થાનિકોને પાસે પણ આ લિસ્ટ માગવામા આવ્યું હતું. પરંતુ માજી વડા પ્રધાનના કાર્યક્રમમાં શહેરના કોઈ પણ નેતાઓનું સીધું ઈન્વોલમેન્ટ કરવામાં આવ્યું નથી. કોંગ્રેસમાં ચાલતી ચર્ચા મુજબ પ્રભારી અશોક ગહેલોત તથા ગુજરાત બહારની ટીમ જ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરી રહી છે. જેવી રીતે સ્થાનિક નેતાઓની બાદબાકી થતાં રાહુલ ગાંધીનો કાર્યક્રમ સફળ બન્યો તેવી જ રીતે સ્થાનિકો નેતાઓની બાદબાકી કરીને માજી વડા પ્રધાનનો કાર્યક્રમ પણ સફળ બનાવવામાં આવશે.

Previous articleઆજથી કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાત પ્રવાસે આવશે
Next articleવોટીંગ મશીનમાં કાળો જાદુ ન ચાલે તેવી માતા ભવાનીને પ્રાર્થના છે : રાજ બબ્બર