ભાવનગર રંગોલી ચોકડીથી લઈ કરદેજ, ઉંડવી, નેસડા, ઘાંઘળી, ચમારડી, વલ્લભીપુર આટલા ગામો વચ્ચે આવતા બ્રીજની દુર્દશા જુઓ તો આ સરકારીબાબુઓને ખબર પડે કે આ રોડ ખરેખર સાક્ષાત યમરાજના દર્શન કરાવતો છે. હજુ થોડા સમય પહેલા જ ચમારડી પાસે આખે આખી મીની બસ પુલ નીચે ખાબકતા ઘણા મુસાફરો મોતને ભેટ્યા હતા ત્યારે ઘાયલોને દવાખાના સુધી પહોંચાડવા રીતસરની ૧૦૮ તથા એમ્બ્યુલન્સો ઓછી પડી રહી હતી. આ ઘટના પાછળનું મુખ્ય કારણ આ રોડ જ જવાબદાર છે. ભયંકર વળાંકો હોવા છતા કોઈ સાઈન બોર્ડ (દિશાસુચક) મુકવામાં આવ્યા નથી. પુલ પરની મોટાભાગની રેલીંગો છે જ નહીં ઉબડખાબડ રોડને હિસાબે અસંખ્ય એકસીડેન્ટો થાય છે છતા નિંભર તંત્ર આ બાબતે કોઈ યોગ્ય પગલા નથી લેતું.
આ રોડ મોટો ફોરલેન બનાવવા માટે અનેક લોકો મેદાને આવ્યા પરંતુ રાજકારણ નડે છે પછી શું ? લોકોને પ્રાથમિક સુવિધાઓની જરૂર છે. વલ્લભીપુર, સિહોર, પાલીતાણા, અમદાવાદ જવા આ રોડનો ઉપયોગ થાય છે ત્યારે ઘાંઘળીથી ભાવનગર–અમદાવાદ હાઈવે શરૂ થાય છે પરંતુ આ હાઈવે પર નિર્દોષ વાહન ચાલકો ભોગ બને છે તો આ અંગે વહેલી તકે ઉકેલ આવે તે જરૂરી છે. જો ઉકેલ નહીં આવે તો ચોક્કસ સાબીત થાય કે આ રાજકારણીઓ તથા તંત્રને માત્ર આવા બનાવોમાં જ રસ છે.
થોડા સમયે પહેલા જ માત્ર જાહેરાતો થઈ હતી કે ભાવનગર–અમદાવાદ વાયા વલ્લભીપુર પાસે નવીનીકરણ થઈ પહોળો બનશે પરંતુ માત્ર કાગળ પર જ આ ડેવલોપીંગ જોવા મળી રહ્યું છે. નાળાઓ તુટેલા, રોડ ઉબડખાબડ બન્ને સાઈડ નીચાણવાળો વિસ્તાર રોડથી જમીન આશરે ૧પ ફુટ નીચે છે એટલે ઉપરથી સ્લીપ થયેલું વાહન સીધુ જ ૧પ ફુટ નીચે ખાબકે આ ખાબકેલું વાહન રોડ નીચે ઉતર્યા બાદ ૧પ ફુટ નીચે કઈ પોઝીશનમાં હોય વાહન હાંકનાર સીધો જ મોતને ભેટે છે. હાલ ઘાંઘળી પાસે જીઆઈડીસી પણ ડેવલોપ થઈ રહી છે. મોટા–મોટા પ્લાન્ટો શરૂ થઈ ગયા છે ત્યારે આ જીઆઈડીસીમાં આવતા વાહનો પણ કોઈ સાઈડ બતાવ્યા વગર જ વાળી દેવામાં આવે છે પણ જ્યારે અન્ય વાહન ચાલકોને જોલા લાગે કે આ શિયાળામાં ટોપી–મફલર નહીં પણ બાઈક ચાલકોનો કફન લઈને જ નિકળતા હોય તેવું લાગી રહ્યું છે જેથી વહેલી તકે તંત્ર આળસ મરડી આ યોગ્ય ઉકેલ લાવે તે ઈચ્છનિય છે.