ભાવનગર શહેરમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુબેશ ચાલી રહી છે જેના ભાગરૂપે મહાપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના નિલમબાગ– ડેરી રોડ પરથી ગેરકાયદેસર લારી–ગલ્લા તથા ઓટલાના દબાણો હટાવાયા હતાં. અને ૭૦ ફુટનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. દબાણ હટાવના પગલે લારી–ગલ્લા ધારકોમાં રોષ ફેલાયો હતો જયારે ભાવનગર રેલ્વે દ્વારા આજે જવાહર મેદાન પાસેની રેલ્વેની જમીનમાં થયેલા ઝુપડા સહિતના દબાણો હટાવાયા હતાં. જો કે રેલ્વેના આ જમીન ઉપર વારંવાર ઝુપડા બનાવી દેવાતા હોય કાયમી ઉકેલ લાવવો પણ જરૂરી છે.