આજરોજ ઉમરાળા પો.સબ. ઈન્સ. આર.પી. ચુડાસમા તથા સ્ટાફના માણસો દડવા બાયપાસ પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન મો.ાસ. ચાલક સંજયભાઈ ઘનશ્યામભાઈ મકવાણા (ઉ.વ.૧૯) રહે. દડવા (રાં) તા. ઉમરાળા તથા પાછળ બેઠેલ ઈસમ જયરાજભાઈ રાજુભાઈ સોલંકી (ઉ.વ.ર૦) રહે. ભાવનગર વાળા શકાસ્પદ મો.ાસ. સાથે મળી આવતા સઘન પુછપરછ કરતાં આરોપી નં. ૧એ ઉમરાળા પો.સ્ટે. હોન્ડા એકટીવા તથા બોળતળાવ પો.સ્ટે.માં સ્પ્લેન્ડર પ્લસ તથા નિલમબાગ પો.સ્ટે.ના હદ વીસ્તારમાંથી સ્પ્લેન્ડર પ્રો બાઈક ચોરી કરેલ હોય જે ચોરાયેલા મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. આ કામગીરીમાં ઉમરાળા પો.સબ. ઈન્સ આર.પી. ચુડાસમાં તથા એએસઆઈ આર.બી.કોતર, સ્ટાફના વીે.એમ. પરમાર, જગતસિંહ જયકૃષ્ણસિંહ, મહેશભાઈ રમેશભાઈ, વિરેન્દ્રસિંહ બોધુભા ગોહિલ તથા પો.કો. નમ્રપાલસિંહ ધર્મેન્દ્રસિંહ જોડાયા હતાં.