પેહલા અંગ્રેજોની ગુલામી હવે અંગ્રેજીની ગુલામી

1049

ભારત દેશને આઝાદ થયાને ૭૧ વર્ષ થયા પણ આજે પણ આપણે ગુલામી તો કરી જ રહ્યા છે ૭૧ વર્ષ પેહલા આપણે અંગ્રેજોની ગુલામી કરી અને હવે અંગ્રેજીની ગુલામી કરી રહ્યા છે. તમારી દૈનિક કાર્યક્રમની ગણતરી કરો સવારથી લઈને સાંજ સુધી દરેક વસ્તુમાં આપણે બ્રાન્ડના ગુલામ બની ગયા છે. શેમ્પુ,સાબુ,કપડાં,જૂતા કે પછી ખોરાક દરેક વસ્તુમાં આપણે વિદેશી વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છે અને પછી આપણે કહીએ કે ડોલરનો ભાવ વધતા જાય છે. દેશ આપણો વિકાસના પંથે છે પરંતુ કેહવત છે ને  કે પોતાના પગ પર કુલ્હાડી મારવી એમ આપણેજ ખુદ વિદેશી વાસ્તુના વેચાણને વાયુવેગે આપી રહ્યા છીએ. દ્ભહ્લઝ્ર,એડિડાસ,અરમાની,રોલ્સરોય અને રોલેક્સ આવી દરેક બ્રાન્ડેડ વસ્તુના આપણે શોખીન છીએ અને એટલેજ દિવસેને દિવસે આપણા વિદેશી કંપનીઓનું વેચાણ વધતું ગયું છે. જીવન આખું આપણે બ્રાન્ડ પર જ જીવીએ છીએ કેમ કે આપણને હવે સ્વદેશી વસ્તુ માફક નથી આવતા દાખલ તરીકે આપણા દેશનું જેમાં એટલે કે રોટલી અને ભાખરી શેકેલી કે રોસ્ટેડ કરેલી ભાખરી આપણને પસંદ નથી આવતી અને સામે પાયે એજ શેકેલા વાસી અને મેંદાના બનેલા પીઝાના રોટલા આપણે બમણા પૈસા આપીને અને પેટ ભરીને ખાઈએ છીએ તેમજ તળેલી રોટલી આપણને નથી ભાવતી અને સામે ફ્રેન્કી આપણે બોવ રસ રેડી અને પેટ ભરીને ખાઈએ છીએ. બીજા ઉદાહરણ રૂપે આપણા દેશના પટોળા અને રેશમની અને મખમલની સળીઓનો કે ખાદીનો  પોશાક આપણને પસંદ નથી પરંતુ સામે પાયે ઇંગ્લેન્ડની ગોરી મેમના ગાઉન અને ત્યાંના નવાબોની જેમ સૂટ અને ચડ્ડા કેપ્રી ખુબજ વ્હલા છે. દેશી અને શુદ્ધ એવો અમલનો અને લીંબડાનો સાબુ આપણને પસંદ નથી જેની સામે જોન્સનબેબી અને ડેટોલનો ખુશ્બૂદાર સાબુ અને શેમ્પુ અતિ વહાલું  છે. ૩૩ કરોડ દેવી દેવતાનો જેમાં વાસ છે એવું ગૌમૂત્ર આપણને ગંધ મારે છે અને મોજ શોખ ખાતર આપણે દારૂ અને વિસ્કીના ઘૂંટડે ઘૂંટડા પી જઈએ છીએ. શાક્ષાત સ્વર્ગલોકને શરમાવે એવી હરિયાળી અને કુદરતી વાતાવરણનો આપણે વિનાશ કરી રહ્યા છીએ અને વેકેશનમાં હરવા ફરવા માટે આપણને આફ્રિકા અને અમેરિકા સિવાય ચાલતુ જ નથી. ઘરમાં ભગવાનની અને માતા પિતાની મૂર્તિ રાખતા આપણે શરમાઈએ  છીએ અને સામે લાફિંગ બુદ્ધની મૂર્તિ રાખવાથી આપણા ઘરની શોભા અને સંપત્તિમાં વધારો થાય છે. દેશી પંચામૃત અને શુદ્ધ ઘી ખાવાની આપણે ચીડ ચડે છે જયારે મેગી અને પાસ્તા આપણે ચટકા સાથે ખાઈએ છીએ. મોગરના ફૂલનો ગજરો અને કાળું કાજળ આપણને શોભતો નથી અને વિદેશી લિપ્સ્ટીક અને નેલપોલિશ ગૃહિણી શોભા વધારે છે. દેશી ચ્યવનપ્રાશ આપણને તીખું અને કડવું લાગે છે અને કેડબરી અને મિલ્કીબર આપણી મીઠાઈ છે. ગામડાનું દેશી અને ચોખ્ખું વાતાવરણ સામે આપણે મોઢું બગાડીએ છીએ અને ટોયલેટ કે બાથરોમ તો આપણે અંગ્રેજી સ્ટાઇલ પસંદ કરીએ છીએ. ઘરમાં તુલસીનું છોડ વાવતા શરમ આવે છે ધન પ્રાપ્તિની ઘેલછા સાથે મની પ્લાન્ટ વાવીએ છીએ. ગંગા,યમુના અને ગોદાવરી નદીને દર્શન કરતા શરમ આવે છે અને વિદેશી નાઇલ અને મિસિસીપ્પી આપણી રાષ્ટ્ર નદી છે.  દિવસે જાગો ને રાતે સુવો ત્યાં સુધી તમારી દરેક પ્રવૃત્તિમાં દેશી કરતા વિદેશી વસ્તુનો ઉપયોગ વધારે કરીએ છીએ તેમ છતાં આપણે કહીએ છીએ કે મોદી આવ્યા એટલે મોંઘવારી વધી ગઈ. હવે તમે જાતેજ ગણતરી કરો કે દિવસે ને દિવસે આપણે વિદેશી વસ્તુનો પ્રયોગ અને ઉપયોગ આપણે જ વધારી રહ્યા છીએ અને પછી કહીએ છીએ કે દેશમાં મોંઘવારી વધી રહી છે પરંતુ દેશની વૃદ્ધિ કરવા અને દેશની અવાક વધારવા તમેજ દેશની શાન વધારવા આપણા જ દેશની બનેલી સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરો ત્યારેજ વિદેશીઓ આપણે ત્યાં આવીને પોતાનું નિવેશ કરશે અને આપણા દેશની આવકમાં વૃદ્ધિ થશે તો ચાલો આજથીજ કરો શરૂવાત અને કરો શ્રી ગણેશ અપનાવો સ્વદેશી અને ભગવો વિદેશી નહિ તો એ દિવસો દૂર નથી કે ફરી એકવાર વિદેશી હુકુમત આપણા પર રાજ કરશે અને કદાચ ફરી એક વાર અંગ્રેજ શાશનનું નિર્માણ થશે.

Previous articleકોળિયાકના દરિયામાં જીપ તણાઈ બચાવવા જતા ટ્રેકટર પણ ખુચ્યું
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે