’મણીકર્ણિકા’ જોતા જ ટીકાકારોની બોલતી બંધ થઇ જશે : કંગના રનૌત

847

મોખરાની અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા કંગના રનૌતે એવો દાવો કર્યો હતો કે એકવાર ફિલ્મ મણીકર્ણિકા ધ ક્વીન ઑફ ઝાંસી રજૂ થઇ જવા દો. પછી સમીક્ષકો અને ટીકાકારોની બોલતી બંધ થઇ જશે.

કંગનાની છેલ્લી બંને ફિલ્મો હંસલ મહેતાની સિમરન અને વિશાલ ભારદ્વાજની રંગૂન બોક્સ ઑફિસ પર ભૂંડે હાલે પીટાઇ ગઇ હતી. એમાંય સિમરન તો બનતી હતી ત્યારેજ એના સ્ક્રીપ્ટ રાઇટર અને ફિલ્મ સર્જક વચ્ચે વિવાદ થયો હતો. હંસલ મહેતાએ પોતાની હીરોઇનને રાજી રાખવા સ્ક્રીપ્ટ રાઇટર તરીકે પણ કંગનાનું નામ મૂક્યું હતું.

મણીકર્ણિકામાં મૂળ તો સાઉથના ડાયરેક્ટર ક્રીશ સુકાન સંભાળતા હતા. ૬૫ ટકા જેટલું શૂટિંગ થયા બાદ કોઇ અકળ કારણસર એમણે ફિલ્મ છોડી દીધી. કંગનાએ ડાયરેક્ટરની જવાબદારી પણ ઉપાડી લીધી. એણે ક્રીશે શૂટ કરેલાં કેટલાંક દ્રશ્યો ફરી શૂટ કરવાનો આગ્રહ રાખતાં સોનુ સૂદ જેવા કલાકારે ફિલ્મ છોડી દીધી હતી કારણ કે એની અન્ય ફિલ્મોના શૂટિંગ સાથે આ ફિલ્મના શૂટિંગની તારીખો ક્લેશ કરતી હતી. કંગનાએ એના સ્થાને અન્ય કલાકારને લઇને ફિલ્મ પૂરી કરી હતી.

Previous articleસલમાન ખાનના જન્મદિને ચાહકોએ આપેલ શુભેચ્છા
Next articleભારતીય હોવાના નાતે મારુ દર્દ બયાન કર્યુંઃ નસીરુદ્દીન