સ્થિમનો આરોપઃ ’અધિકારીઓએ કહ્યું તમને રમવા માટે નહીં જીતવા માટે પૈસા આપીએ છે’

1015

ઓસ્ટ્રેલિયાના પ્રતિબંધિત પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે બુધવારે કહ્યું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ના અધિકારીઓએ જેમ્સ સુથરલેન્ડ અને પેટ હોવર્ડ એ ટીમમાં ’દરેક પરિસ્થિતિમાં જીત’ નોંધાવવાની સંસ્કૃતિને ભરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જેના લીધે ટીમને બૉલિંગ જેવી વિવાદાસ્પદ ઘટના સાથે સામનો કરવો પડ્યો હતો. સ્મિથ પર આ ઘટનામાં સામેલ થવાના કારણે એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સંસ્કૃતિની સમીક્ષા કરવામાં આવી હતી.

સ્મિથે ફોક્સ ક્રિકેટમાં મેજબાન એડમ ગિલક્રિસ્ટને આપેલા સાક્ષાત્કારમાં કહ્યું કે, મને યાદ છે કે અમે હોબાર્ટમાં દક્ષિણ આફ્રિકા (નવેમ્બર ૨૦૧૬)થી હારી ગયા હતા અને તે મારી ટેસ્ટ ક્રિકેટની સતત પાંચમી હાર હતા. આ પહેલા શ્રીલંકામાં અમે ત્રણ ટેસ્ટ ગુમાવ્યા હતા. મને યાદ છે કે જેમ્સ સુથરલેન્ડ઼ અને પેટ હોવર્ડ રૂમમાં આવ્યા અને તેમણે હકીકતમાં કહ્યું કે, અમે તમને રમવા માટે નહીં પરંતુ જીતવા માટે પૈસા આપીએ છે.

તેમણે કહ્યું કે, એટલા માટે મને લાગે છે કે આવું કહેવું થોડુ નિરાશાજનક હતું. અમે મેચ ગુમાવવા માટે નહતા રમી રહ્યા. અમે જીતના ઉદેશ્યથી મેદાન પર ઉતર્યા હતા અને તેના માટે પ્રયત્ન પણ કર્યો હતો. અમારી તરફથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. સુથરલેન્ડની આ ઘટના બાદ જ્યાં મુખ્ય કાર્યકારીએ તેમના પદથી રાજીનામુ આપી દીધુ ત્યાં ટીમ પ્રદર્શન સાથે જોડાયેલા આધિકારી હોવર્ડને ગત મહિને સ્વતંત્ર સમિતિની સમીક્ષા બાદ કાઢી મુકવામાં આવ્યો હતો. હોવર્ડ તે લોકોમાંથી હતા જેમણે આ ઘટના બાદ સ્મિથ અને અન્ય ખેલાડીઓ પર સવાલ ઉઠાવ્યો હતો.

Previous articleટ્રેન્ટ બોલ્ટનો તરખાટ, શ્રીલંકા ૧૦૪માં ઓલઆઉટ
Next articleરોહિત એમસીજી પર સિક્સ મારે તો હું મુંબઈમાંથી રમીશઃ પેન