પર્થ ટેસ્ટ બાદ મેલબોર્ન ટેસ્ટમાં પણ ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને વિકેટકિપર ટીમ પેને ભારતીય ખેલાડીઓનુ સ્લેજિંગ ચાલુ રાખ્યુ છે.
રોહિત શર્મા ટીમ પેનના નિશાના પર આવ્યો હતો. રોહિત બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ટીમ પેને રોહિતને સંભળાય તે રીતે સાથી ખેલાડી ફિંચને કહ્યુ હતુ કે મારે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સમાંથી એકની પસંદગી કરવાની છે.જો રોહિત એમસીજી પર સિક્સર ફટકારે તો હું મુંબઈમાંથી રમવા માંડીશ.
પેને પોતાની કોમેન્ટ્સ ચાલુ રાખી હતી અને દર વખતે રોહિતે હસીને જવાબ આપવાનુ ટાળી દીધુ હતુ.
ઉલ્લેખનીય છે કે પર્થ ટેસ્ટમાં પણ પેન અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે ઉગ્ર દલીલબાજી થઈ હતી અને એક તબક્કે અમ્પાયરોએ દખલગીરી કરવી પડી હતી.