મુખ્યમંત્રીએ ભ્રષ્ટ કહેતા મહેસૂલ વિભાગના કર્મચારીઓ નારાજ, આવેદન પત્ર આપ્યું

779

મુખ્યમંત્રી રૂપાણીએ ૨૬ ડિસેમ્બરે એક કાર્યક્રમમાં મહેસૂલ વિભાગને સૌથી ભ્રષ્ટ ગણાવતા મહેસૂલ કર્મચારીઓ નારાજ થયા છે. જેને પગલે ગાંધીનગર જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નારાજગી વ્યક્ત કરી હતી. આ આવેદનપત્રમાં લખ્યું કે, મુખ્યમંત્રી દ્વારા મહેસૂલ વિભાગને ભ્રષ્ટ કહેતા આ નિવેદનથી મહેસૂલ વિભાગના કર્મચારીઓ નારાજ છે. ઝ્રસ્ દ્વારા કરાયેલું આ સ્ટેટમેન્ટ કેટલું વ્યાજબી અને યોગ્ય છે? આ પહેલા પણ નાયબ મુખ્યમંત્રીએ મહેસૂલ વિભાગને લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આમ મહેસૂલી તંત્ર સામે વારંવાર કરવામાં આવતા નિવેદનો ખરેખર યોગ્ય નથી.

Previous articleશહેરીકરણની સમસ્યા, શહેરને સ્વચ્છ અને સુવિધાસભર બનાવવા આજે ચિંતન કરાશે
Next articleરાજસ્થાનથી આવતી બસમાંથી દારૂ પકડાયો